શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે બધાને શરદી અને ખાંસીની ફરિયાદ રહેતી હોય છે. અહીં કેટલાંક ઘરેલુ ઉપચાર આપવામાં આવ્યો છે. આ ઘરેલુ ઉપચાર તમને શરદી અને ખાંસીમાં જલ્દી રાહત આપશે અને લાભકારક સાબિત થશે.

-ઉકાળાનું સેવન

આદુ અને લસણને જીણું પીસીને મધ સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી શરદી અને ખાંસીથી જલદી છુટકારો મળી જશે. આ ઉપરાંત મરી, આદુ, તુલસી, લસણ, હળદર અને સંચળનો બનેલો ગરમ ઉકાળો પીવાથી શરદી અને ખાંસીમાં રાહત મળશે.

જીન્જર મિક્સ હર્બલ ટી

શરદી-ખાંસીમાં આદુ અને ઇલાયચી વાળી હર્બલ ટી પીવાથી ઘણો લાભ થશે.

-સૂપનું સેવન

શરદી-ખાંસીમાં ટોમેટો સૂપ, મિક્સ વેજીટેબલ સૂપ, સૂપ મસાલા જેવા ગરમ પ્રવાહી પદાર્થોનું સેવન કરવાથી શરદીમાં ઘણી રાહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.