- નાસુર એટલે રૂઝાયા નથી તેવા ઘા
- ‘અબતક’ની મુલાકાતમાં નાસુરની ટીમે ફિલ્મની સફળતા અંગે બતાવ્યો આત્મવિશ્વાસ
હિતુ કનોડિયા અને નિલમ પંચાલની જોડી ફરી એક વાર રૂપેરી પડદે ગુજરાતી ફિલ્મ ‘નાસુર’માં સાથે આવી રહી છે. આગામી 23 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ એક સાયકો થ્રિલર છે. હર્ષવર્ધન શેઠ નામના મૂળ પાત્ર આસપાસ વાર્તા ફરે છે. હર્ષવર્ધન એક સફળ, પૈસાદાર અને વગદાર બિઝનેસમેન છે. ભર જુવાનીમાં બધું મેળવી લીધું હોવા છતાં જીવનના આ પડાવ પર હર્ષવર્ધનને એકલતા અને નિરાશા ઘેરી વળ્યાં છે. દુનિયાની નજરે જોતા એની પાસે સફળ ધંધો, આંધળો પૈસો, સુંદર પત્ની, ખુશહાલ લગ્ન જીવન, આદર્શ કુટુંબ છે. પણ હર્ષવર્ધનના મનને અંદરથી અતિશય અંધારૂં, એકલતા અને નિરાશા ઘેરી વળ્યાં છે. બધું જ હોવા છતાં હર્ષવર્ધન પાસે એક બીજો દિવસ જીવવાનું કોઈ કારણ નથી. કોના માટે અને શેના માટે બીજો એક દિવસ જીવવો એ એના જીવનનો સૌથી મોટો સવાલ બની જાય છે, જેનો જવાબ એને ક્યાંયથી મળતો નથી અને આ સવાલ જવાબ વચ્ચે અટવાતો હર્ષવર્ધન હારી થાકીને પોતાના જીવનનો અંત લાવવાનો નિર્ણય લે છે.
હર્ષવર્ધન જીવનનો અંત લાવવા માટે એક પછી એક આઇડિયા અમલમાં મુકતો જાય છે, અને દરેક પગલે નિષ્ફળ થતો રહે છે. દરેક નિષ્ફળતા એની મૃત્યુ પામવાની ઈચ્છાને વધારે ઉત્કૃષ્ટ બનાવે છે. મૃત્યુ મેળવવા બેબાકળો થયેલો હર્ષવર્ધન થોડા એવા લોકોને મળે છે. જે જીવવા માટે હવાતિયાં મારી રહ્યા છે અને એ બધાની વચ્ચે શરૂ થાય છે જીવન મરણની હુંસા તુંસી.
આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને નિલમ પંચાલ ઉપરાંત હીના જયકિશન, ડેનિશા ઘુમરા, હેમિન ત્રિવેદી, વૈશાખ રતનબેન, વિશાલ ઠક્કર જેવા મંજાયેલા કલાકારોએ પોતાની કળા થકી એમને મળેલા પાત્રને ન્યાય આપ્યો છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલરે ફિલ્મ પ્રેમીઓમાં ઉત્કંઠા જગાવી દીધી છે અને એવું વર્તાય છે કે ફિલ્મની રાહ જોવાઈ રહી છે.
ગુજરાતી ફિલ્મોની ઓડિયસન હવે નવી વાર્તા અને નવા વિષયો માંગે છે ત્યારે આ ફિલ્મ એમની આશાઓ પર ખરી ઉતરશે એવો ટીમને વિશ્ર્વાસ છે. સીનોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, કસ્ટમ, આર્ટ અને એડિટીંગ જેવા પાસાઓ પર ખુબ કામ થયું છે અને એટલે જ ફિલ્મની લુક એન્ડ ફીલ ખુબ ખાસ છે, જે ટીઝર અને ટ્રેલરમાં જોતા જ વર્તાય છે.
‘સ્ટોરી ટેલ ફિલ્મ પ્રોડક્શન’ હેઠળ બનેલી આ ફિલ્મ મનોજ આહીરની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ છે. ફિલ્મના ડાયરેક્ટર રીશીલ જોશી છે અને ફિલ્મની વાર્તા અને પટકથા અને સંવાદો કાજલ મહેતાએ લખ્યા છે.
હર્ષવર્ધન કેરેક્ટર મારાથી તદ્દન વિરુદ્ધનું પાત્ર: હિતુ કનોડિયા
અભિનેતા હિતુ કનોડીયા એ જણાવ્યું કે,નાસુર મુવી માંથી મારા કેરેક્ટર માંથી સમાજને આવા પાત્ર થી દૂર રહેવાનો મેસેજ છે.સમાજની અંદર સારા વ્યક્તિત્વ બનીને રહેવાની જરૂર છેનાસૂર મુવીમાં હર્ષવર્ધનનું કેરેક્ટર મારાથી તદ્દન વિરુદ્ધ પાત્ર છે આ પાત્ર ભજવવાની થી મને ખૂબ ચેલેન્જ પણ થયો હતો.નાસુર ખૂબ રોમાંચક અને રસપ્રદ વાર્તા છે.ગુજરાતી મુવી ની પટ કથાઓમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે જેમાંનું નાસૂરની તથા ઉપરની વાર્તા ખૂબ જ સારી અને સમાજની અંદર કંઈક નવી વાર્તા લઈને આવ્યું છે ના રુજા એવા ઘા એટલે નાસૂર નાસૂર મુવીમાં લોકોને એકદમ જકડી રાખશે તો ચોક્કસથી લોકોએ નાસૂર મુવી જોવા જવાની મારી ભાવભરી અપીલ છે.
નાસુર મુવી એ ઘણું શીખવ્યું: ડેનિશા ઘુમર
અભિનેત્રી ડેનિશા ઘૂમરે જણાવ્યું કે ગુજરાતી મુવી મને સારા પાત્ર ભજવવાના મોંકા મળ્યા છે એ બદલ હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. નાસુર મુવી નું મારું પાત્ર પણ કંઈક અલગ છે અને એકદમ ઈન્ટરેસ્ટિંગ રસપ્રદ પાત્ર છે. મુવી ની વાર્તા લોકોને ખૂબ ગમશે લોકો નાસૂર મુવી જોવા આવશે અને તેમને કંઈક અલગ જ સરપ્રાઈઝ પેકેજ મળશે લોકોએ એક વખત જરૂરથી ફેમેલી સાથે નાસૂર મુવી જોવા જવું જોઈએ.
દમદાર પાત્ર ભજવવાનો મોકો મોકો મળે એવા મુવી પસંદ કરૂ: નીલમ પંચાલ
અભિનેત્રી નીલમ પંચાલે જણાવ્યું કે, ગુજરાતી મુવી ની મારી પસંદગી હંમેશા પાત્રને ન્યાય આપવાની રહે છે નાસૂર મુવી નું પાત્ર ભજવી મને ખૂબ આનંદ થયો છે લોકો મને આવા પાત્ર વાળા કેરેક્ટરમાં જોઈ ખૂબ પ્રેમ આપે છે નાસૂર મુવી જોવા જવાની હું લોકોને નમ્ર અપીલ કરું છું. મારા છેલ્લા ઘણા મુવી માં દમદાર પાત્રો ભજવ્યા છે લોકોએ મને જબરો પ્રતિસાદ આપ્યો છે લોકો દ્વારા મળતા આ પ્રેમથી ન જ હું હવે એક લેવલ અપના પાત્ર કરવા માટે તત્પર રહું છું નાસૂર મુવી ની અંદર નું પાત્ર પણ કંઈક એવું દમદાર પાત્ર છે જે મને ભજવી ખૂબ આનંદ થયો છે.