- ધોરણ 1 અને ધોરણ 2માં અભ્યાસ કરતા દરેક બાળક તેના ધોરણને અનુરૂપ વાચન, લેખન અને ગણનના કૌશલ્યો હસ્તગત કરે તે માટે સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે
શૈક્ષણિક વર્ષ 2023-24ના અંત સુધીમાં ધોરણ 1 અને ધોરણ 2માં અભ્યાસ કરતા દરેક બાળક તેના ધોરણને અનુરૂપ વાચન, લેખન અને ગણનના કૌશલ્યો હસ્તગત કરે તે માટે સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે શિક્ષકો પ્રત્યેક અધ્યયન નિષ્પત્તિ માટે બાળક દીઠ વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવી શકે એ માટે બાળક દીઠની જરૂરિયાત જાણવા તારીખ 26 ફેબ્રુઆરીથી બે માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક અને ધોરણ બે ના તમામ બાળકોની નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાષા અને ગણિતની નિદાન કસોટીઓ તથા મૂલ્યાંકન અંગેની સૂચનાઓ પ્રાથમિક શિક્ષણ ના નિયામક તેમજ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે દરેક વિદ્યાર્થીના અધ્યયન નિષ્પત્તિ દીઠ પર્ફોર્મન્સની ડેટા એન્ટ્રી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઉપલબ્ધ ક્ષમતા એપ્લિકેશનમાં કરવાની રહેશે. આ અંગેની વિગતવાર સૂચનાઓ માર્ગદર્શન અને અન્ય માહિતી તારીખ 15 ફેબ્રુઆરીના રોજ સવારે 8.30થી 12.30 દરમિયાન યોજાનારી ટેલીકોન્ફરન્સ દ્વારા આપવામાં આવશે.
નિદાન કસોટી પૂર્ણ થયા બાદ તારીખ 4 માર્ચથી 30 એપ્રિલ દરમિયાન તમામ શાળાઓમાં સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે. નિદાન કસોટીઓ તેમજ ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ દરમિયાન મહત્તમ શાળાઓમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી પ્રત્યક્ષ શાળા મુલાકાત દ્વારા સઘન મોનિટરિંગ અને એન્ડ હોલ્ડિંગની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તેમ જ રાજ્ય કક્ષાએથી પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું છે.