જો ભાત વધ્યા હોય તો ઘણી વખત તેનો ઉપયોગ ન હોવાને કારણે ફેકી દેતા હોય પણ આમ કરવાને બદલે તેમાંથી ટેસ્ટી રસ મલાઇ પણ બનાવી શકો છો, હવે જ્યારે પણ રસ મલાઇ ખાવાનું મન થાય ત્યારે આ રીતે જાતે જ બનાવી લેજો રસ મલાઇ અને ઝડપથી નોંધો રેસીપી.
સામગ્રી :
– ૨૦૦ ગ્રામ રાંધેલા ભાત
– ૧ કપ ખાંડ
– ૧ લીટર દુધ
– ૧ ચમચી કેસર
– ૪ મોટી ચમચી ડ્રાયફ્રૂટ
રીત :
સૌથી પહેલા વધેલા રાંધેલા ભાતને મિક્સરમાં પીસી લો. એકદમ સરસ પેસ્ટ બનવા દો. હવે તેનો લોટ બાંધીએ તે રીતે ભેગું કરી લો ત્યાર બાદ તેની ગોળીયો બનાવી લો, એક તપેલીમાં દૂઘ, કેસર, અને ખાંડ નાખીને તેને મધ્યમ તાપ પર ચડવા દો તેને તમે ઘટ થાય ત્યાં સુધી ગરમ કરો. જ્યારે દૂધ અડધાથી પણ ઓછુ થઇ જાય તો તેમાં ભાતની બનાવેલી ગોળીઓ નાખી તો તેમાં ભાતની બનાવેલી ગોળીઓ નાખી ૧૦-૧૫ મિનિટ ચડવા દો. ત્યારબાદ તેનુ સુખા મેવા નાખી ગાર્નિશીંગ કરો. અને તૈયાર છે તમારી રસ મલાઇ.
આ રસ મલાઇ એકદમ યુનીક છે જેમાં તમે ભાતનો ઉપયોગ કરી શકો છો. વધેલા ભાતને ફેંકવા કરતા એક વખત આ રેસીપી બનાવો તો બીજી વખત કહેવું નહીં પડે.