- રાજકોટના માધાપર સર્કલ નજીકના વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ એમાં પણ મનપાની લોલંલોલ નીતિ ચાલી રહી છે
- રાજકોટનાં માધાપર સર્કલ નજીક સત્યમ, શિવમ, સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે.
Rajkot News : ઉનાળાની શરૂઆતના હજુ એંધાણ પણ નથી અને રાજકોટ શહેરમાં પાણીના પ્રશ્નો સર્જાવા લાગ્યા છે. ત્યારે રાજકોટના માધાપર સર્કલ નજીકના વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ એમાં પણ મનપાની લોલંલોલ નીતિ ચાલી રહી છે તેવું તે વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યુ હતું. પાણીની સમસ્યા વકરતા પાણી બાબતે મહિલાઓએ વિરોધ કર્યો.
રાજકોટનાં માધાપર સર્કલ નજીક સત્યમ, શિવમ, સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે. ત્યારે મનપાની હદમાં ભળ્યાનાં ત્રણ વર્ષ થઈ ગયા હોવા છતાં પાણીની લાઇન નથી આવી. તેમજ ટેન્કર દ્વારા એ તમામ વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે, તેવા આક્ષેપ નોંધાવ્યા હતા. તેવા સમયે બે દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. તમામ મહિલાઓ કહ્યું 25 ડોલ પાણીમાં 2 દિવસ કાઢવા પડે તેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. આ પાણીની સમસ્યાને દૂર કરવા સ્થાનિકો દ્વારા નળની લાઇન આપવા માટે માંગ કરવામાં આવી. તેમજ “કોર્પોરેશ હાય હાય”ના નારા પણ લગાવ્યા હતા. તેમજ મહિલાઓએ કહ્યું “પાણી નહીં તો ચૂંટણીમાં મત પણ નહિ”