-
કાછિયા શેરીમાં લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે.
-
શેરીમાં 70થી 80 જેટલા એવાં કપલો છે, જેમણે પ્રેમલગ્ન કર્યાં છે.
સુરત ન્યૂઝ
સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીમાં મોટાભાગના કાછિયા સમાજના લોકો વર્ષોથી રહે છે. એક સમાજમાંથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે. તે જ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે. આજે પણ અહીં પ્રેમલગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે. આ શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ-દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે, અહીં પેઢી દર પેઢી લોકો પ્રેમલગ્ન કરતા આવ્યા છે. જ્યાં આજે પણ આ શેરીમાં 70થી 80 જેટલા એવાં કપલો છે, જેમણે પ્રેમલગ્ન કર્યાં છે. આજે પણ તમામ દાંપત્યજીવનમાં સુખેથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે. આજે આવાં 70થી 80 જેટલાં કપલો છે, જેમણે પ્રેમલગ્ન કરી આજે પણ સુખી દાંપત્યજીવન જીવી રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ અહીંના વડીલો છે. જેમની ઉંમર આજે 50થી 60 વર્ષ વચ્ચેની છે, છતાં પતિ-પત્ની સુખ સને શાંતિ તેમજ પ્રેમથી રહે છે. તે જ કારણ છે કે, સુરતની કાછિયા શેરી એક રીતે પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે.