પ્રદૂષણરહિત વાતાવરણ આજના સમયમાં એક દુ:સ્વપ્ન છે. હવા, પાણી, જમીન અને અવાજના પ્રદૂષણી શરીરને બચાવવા અવા તો કહીએ કે એની સામે ટકી રહેવા માટે આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રોન્ગ બનાવવી જરૂરી છે. યોગ્ય ખોરાક વડે ઘણા અંશે એ શક્ય છે, આજે જાણીએ એ ખોરાક વિશે જે ખાવાી પ્રદૂષણની ઝેરી અસરને ઘટાડી શકાય છે
જમીન, હવા, અવાજ, કુદરતે આપેલી બધી જ અમૂલ્ય વસ્તુઓને સૃષ્ટિમાં રહેતા કરોડો જીવોમાંના એક એવા માણસે પોતાની મૂર્ખામીઓી દૂષિત કરી દીધી છે અને આજે માણસ જાત જ નહીં, પરંતુ પર્યાવરણમાં રહેતી સમગ્ર સજીવ સૃષ્ટિ એનો ભોગ બની રહી છે. પ્રદૂષણની અસર આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આપણા સ્વાસ્થ્ય પર પડી જ રહી છે. માની લઈએ કે કોઈ એક માણસ ઇચ્છે કે હું કંઈક એવું કરું કે આ બધાં પ્રદૂષણી મારી જાતને બચાવીને રાખું તો શું એ શક્ય છે ખરું? એ વ્યક્તિ પોતાને પાણીના પ્રદૂષણી બચાવવા ઉકાળેલું પાણી પીશે, પરંતુ જે પ્રદૂષિત પાણી સિંચાઈમાં ભળીને શાકભાજી કે ધાન્યને અસર કરે છે એનું શું? શું હવાના પ્રદૂષણી બચવા એ હિલસ્ટેશન પર કાયમી નિવાસ શોધશે? જોકે આજકાલ હિલસ્ટેશન પર પણ શુદ્ધ હવા ભાગ્યે જ મળે છે. શું એ અવાજના પ્રદૂષણી બચવા સાઉન્ડપ્રૂફ ઘર બંધાવશે અને એમાં જ ભરાયને રહેશે? આ ઉપાયો પ્રેક્ટિકલ ની. આપણે મોટા પાયે ઘણાબધા ફેરફાર લાવીશું ત્યારે કદાચ પ્રદૂષણને હટાવવાની કલ્પના શક્યતા તરફ આગળ વધશે, પરંતુ એ મોટા ફેરફાર વગર આપણે નાના પાયે આપણી હેલ્ બચાવવા કશું કરી શકીએ ખરા?
સ્ટ્રોન્ગ શરીર
પ્રદૂષણની કારમી અસરી જાતને બચાવવા માટે વ્યક્તિ પોતાના શરીરને સ્ટ્રોન્ગ બનાવી શકે છે, જેને કારણે પ્રદૂષણનાં દૂષણો શરીરને અસર ન કરે અવા તો ઘણી ઓછી માત્રામાં કરે. શું એ શક્ય છે? યોગ્ય ડાયટ, કુદરતને અનુકૂળ આવે એવી લાઇફ-સ્ટાઇલ અને કસાયેલા શરીર વડે આપણે પ્રદૂષણ સામે લડી શકીએ છીએ. ઉદાહરણ સમજીએ તો ન્યુઝમાં ઘણી વખત સાંભળીએ છીએ કે અમુક એરિયાના લોકો પાણીના પ્રદૂષણને લીધે બીમાર પડ્યા, પરંતુ એમાં પણ અમુક લોકો એવા હશે જે એ પાણી પીને પણ સ્વસ્ જ હશે. એનો ર્અ એમ કે એ વ્યક્તિનું શરીર એ પ્રદૂષણને પણ જીરવી ગયું. આમ, પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્ન સો આપણે આપણા શરીરને એટલું સ્ટ્રોન્ગ બનાવીએ કે એ પ્રદૂષણના દૂષણ સામે ટકી રહે.
ઍન્ટિ-ઑક્સિડન્ટ
વિટામિન-A, વિટામિન-Eઅને વિટામિન-Cઆ ત્રણેય વિટામિન એવાં છે જેને ઍન્ટિ-ઑક્સિડન્ટ કહે છે. દ્રાક્ષ, સ્ટ્રોબેરી, બ્લુબેરી, ડ્રાયફ્રૂટ્સ, અખરોટ, સિંગ-ચણા, લીલાં પાંદડાંવાળી શાકભાજી, ગાજર, કોળું, શક્કરિયું, સોયાબીન, બાજરી, જુવાર, નાચણી જેવાં આખાં ધાન્ય, ગ્રીન ટીમાં એ ભરપૂર માત્રામાં હોય છે. આ ઍન્ટિ-ઑક્સિડન્ટયુક્ત ખાદ્ય પર્દા આપણને પ્રદૂષણ સામે લડવામાં મદદરૂપ છે. હવામાંના પ્રદૂષણમાં રહેલાં ઝેરી તત્વો શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશે છે. શરીર એ ઝેરી તત્વોને અપનાવતું ની અને એ ફ્રી રેડિકલ્સના સ્વરૂપે શરીરમાં ફરતાં રહે છે. આ રેડિકલ્સ કોઈ પણ અંગના કાર્યમાં બાધા બની શકે છે. ઑન્ટિ-ઑક્સિડન્ટ્સ આ ફ્રી રેડિકલ્સને બાંધી દે છે જેી એ ખુલ્લાં ફરીને શરીરને નુકસાન પહોંચાડી શકતાં ની.
પ્રોટીન અને આયર્ન
દૂધ, દૂધની બનાવટો, સોયાબીન, કઠોળ, દાળ વગેરેમાંી સારી ગુણવત્તાનું પ્રોટીન મળે છે. કાબુલી ચણા, સિરિયલ્સ, કોળાનાં બીજ, પાલક, તલ વગેરેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ બન્ને પ્રદૂષણની અસર પર કઈ રીતે કામ કરે છે , પ્રોટીન શરીરની રેઝિસ્ટન્સ વધારે છે. એટલે કે રોગો સામે ટકી રહેવાની, ઝઝૂમવાની ક્ષમતામાં વધારો કરે છે અને શરીરને જે ડેમેજ યું છે એને રિપેર કરવામાં મદદરૂપ છે. પ્રદૂષણી જે પણ તકલીફ શરીરને ઈ શકે છે એની સામે લડવા અને એનાી શરીરને કોઈ નુકસાન યું હોય તો એને રિપેર કરવામાં પ્રોટીન મદદરૂપ છે. આયર્ન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ઑર્ગેનિક ફૂડ અને કિચન-ગાર્ડન
આપણો ખોરાક જેટલો સત્વવાળો હશે એટલો એ આપણા શરીરને મજબૂત બનાવવામાં ઉપયોગી શે. કેમિકલયુક્ત ખાતરોના ઉપયોગને કારણે પાણી અને જમીન બન્ને પ્રદૂષિત યાં છે. આવી જમીનમાં ઊગતું અનાજ, ફળ કે શાકભાજીમાં કેટલું સત્વ હોઈ શકે? ઑર્ગેનિક ખાદ્ય પર્દા અપનાવવા આજના સમયની માગ છે. ચોક્કસ એ ોડા મોંઘા છે, પરંતુ રોજબરોજની ઘણી આવશ્યક વસ્તુઓ તો તમે ઘરમાં જ ઉગાડી શકો છો. તુલસી, અલોવેરા, અજમો, લીમડો, ફુદીનો, લીલી ચા વગેરેને ખૂબ સરળતાી ઘરમાં ઉગાડી શકાય છે. ઘણા લોકો એવા છે જે કિચન-ગાર્ડનનો શોખ ધરાવે છે અને લગભગ બધી જ શાકભાજી એમાં વાવે છે. આ એક અત્યંત હેલ્ધી આદત છે. તમારી નજર સામે, તમારી દેખરેખમાં ઊગેલી શાકભાજી ઘણી સત્વરૂપ હોય છે.
પ્રદૂષણનો ઉપાય કુદરત પાસે
તુલસી :સવારના ઊઠીને દરરોજ તુલસીનાં ૪ પાન ચાવી જનારા લોકો હવાના પ્રદૂષણને લીધે તી શરદી, ખાંસી, કફનો ભરાવો અને અસ્મા જેવા રોગોી પણ દૂર રહે છે.
અલોવેરા :રોગપ્રતિકારક શક્તિને ચમકાવનારી આ ઔષધી નુકસાનકારક કેમિકલ્સની અસરને કારણે શરીરમાં આવતા ઇન્ફ્લેમેશનને રોકે છે. જેને લીધે અસ્મા, એક્સિમા અને ક્રોન્સ ડિસીઝ જેવા રોગોી બચી શકાય છે. અલોવેરાનો ૩૦ મિલીલીટર જેટલો જૂસ દરરોજ પી શકાય છે.
અજમો :ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-ફંગલ ગુણો ધરાવતો અજમો પાચન સંબંધિત તકલીફો દૂર કરે છે અને ખોરાકમાંી યોગ્ય પોષણ શરીરને મળી રહે એ માટે મદદરૂપ ાય છે. જેમને પાચન સંબંધિત તકલીફો હોય એ અજમાનાં પાનનો ૩-૪ ચમચી રસ રોજ લઈ શકે છે.
જવારા :કેન્સર સામે લડવાના ગુણો ધરાવતા જવારામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. વળી એ રોગપ્રતિકારક શક્તિને બળ પ્રદાન કરે છે. આજકાલ લોકો જવારાનો જૂસ કાઢીને પીએ છે જે ઘણો ગુણકારી છે.
ફુદીનો :દરરોજ ફુદીનાનાં ૧૦ પાન ખાવાં જોઈએ અવા તો કોઈ પણ જૂસમાં ફુદીનો નાખીને લઈ શકાય. બેક્ટેરિયલ અને ફંગલ ગ્રો અટકાવતો અને ખનીજ તત્વોી ભરપૂર એવો ફુદીનો પ્રદૂષણ સામે ટકી રહેવા ખૂબ જરૂરી ઔષધ છે.
મેથી :શરીરને બેલેન્સ રાખવામાં, પાચન સુધારવામાં, હાડકાં અને સ્નાયુની મજબૂતી માટે મેી ખૂબ જ ઉપયોગી ઔષધ છે. મેીનાં પાન કે મેીના દાણા બન્ને ગુણકારી છે. આખી રાત પાણીમાં પલાળેલી મેીના ૧૦-૧૨ દાણા સવારે ઊઠીને એ પાણી સહિત સીધા ગળી જવા.