- સીસીટીવી કેમેરા પરથી છેડતીમાં એક જ શખ્સની સંડોવણી
Rajkot News
80 ફૂટના રોડ ઉપર બે કોમ્પ્લેક્સમાં એક અજાણ્યા શખ્સે ધસી જઈ બે તરૂણીની છેડતી કરતા વિસ્તારના વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ તાલુકા પોલીસ સુધી મામલો પહોંચતાં તેના સ્ટાફે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા શખ્સની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
80 ફૂટના રોડ પર રહેતી 14 વર્ષની તરૂણી ગઈ તા. 9ના રોજ રાત્રે પોતાના 10 વર્ષના ભાઈ અને અન્ય બાળકો સાથે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફલોર પર રમી રહી હતી ત્યારે ત્યાં ધસી આવેલા અજાણ્યા શખ્સે તરૂણીનુંગળું પકડી, ચેનચાળા કર્યા બાદ તેને નીચે પાડી દઈ દોડીને ભાગી ગયો હતો. આ ઘટનાક્રમને કારણે તરૂણી ડઘાઈ ગઇ હતી અને ખૂબ જ રડવા લાગી હતી.
તે વખતે તેના માતા-પિતા બહાર ગયા હતા. જાણ થતાં ઘરે દોડી આવ્યા હતા. તે વખતે પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. તેની પુત્રીએ રડતા-રડતા આપવિતી જણાવી હતી. જેથી વિસ્તારના રહીશોએ સીસીટીવી કેમેરા ચેક કરતાં અજાણ્યો શખ્સ છેડતી કરતાં જોવા મળ્યો હતો. જેથી તરૂણીના વાલીઓ આજે તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા.
આ કોમ્પ્લેક્સના સીસીટીવી ચેક કરતાં ગઇ તા. 9ના રોજ તરૂણીની છેડતી કરનાર શખ્સ જ હોવાનું સ્પષ્ટ થતાં તેના વિરૂધ્ધ આજે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે છેડતી અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સીસીટીવી – કેમેરાના આધારે છેડતી કરનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા માટે તપાસનો આગળ વધાર્યો છે.