- આજે‘અહલાન મોદી’ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને કરશે સંબોધિત
- આવતીકાલે સ્વામિનારાયણ મંદિરનું કરશે લોકાર્પણ : યુ.એ.ઇ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે કરશે બેઠક
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 14 ફેબ્રુઆરીએ કતાર જશે. ભારતના વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ સોમવારે મોડી સાંજે આ માહિતી આપી હતી. વિદેશ સચિવ ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી 14 ફેબ્રુઆરી બુધવારે કતારની રાજધાની દોહા જશે. અહીં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અને અન્ય મહાનુભાવોને મળશે. હાલમાં બંને દેશો વચ્ચે લગભગ 1,660 અબજ રૂપિયાનો વેપાર છે. એટલું જ નહીં કતારમાં 8.4 લાખથી વધુ ભારતીયો રહે છે.
કતારે સોમવારે જ 8 ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા હતા. જેમાં 7 ભારતીય ભૂતપૂર્વ મરીન પણ ભારત આવ્યા છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કતાર પ્રવાસ અંગે માહિતી આપવામાં આવી છે. વિદેશ સચિવ ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદીએ કતારમાં ધરપકડ કરાયેલા ભારતીયોને મુક્ત કરવાના મુદ્દા પર વ્યક્તિગત રીતે નજર રાખી હતી. 2022 માં, 8 ભારતીય ભૂતપૂર્વ મરીન કતાર દ્વારા જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા હતા અને ઓક્ટોબર 2023 માં તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરી, 2024ના રોજ આ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય પ્રવાસમાં પ્રધાનમંત્રી મોદી યુ.એ.ઇ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. ઉલ્લખનીય છે કે, છેલ્લા 8 મહિનામાં પીએમ મોદીની યુએઈની આ ત્રીજી મુલાકાત હશે. સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરી, 2024ના રોજ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. યુ.એ.ઇ ભારતીય રાજદૂત સંજય સુધીર અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 65000થી વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2024ના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ આ મંદિર 1 માર્ચ 2024થી સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. મંદિર સંકુલમાં વિઝિટર સેન્ટર, પ્રાર્થના હોલ, પ્રદર્શનો, શિક્ષણ કેન્દ્ર, બાળકો અને યુવાનો માટે રમત ક્ષેત્ર, બગીચા, પાણીની સુવિધાઓ, ફૂડ કોર્ટ, પુસ્તક અને ભેટની દુકાનો સહિત અન્ય સુવિધાઓ પણ હશે.