- 22 ફેબ્રુઆરીથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે
- રાજ્યભરમાં વરસાદની હાલ કોઈ સંભાવના નહિ
ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે, હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે. જોકે, આ તો ટ્રેલર હશે, ભીષણ ગરમી તો મે-જુનમાં પડશે. તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે.
આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે. મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. જો કે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશએ. અન નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની ધારણા છે.
અલનીનો નબળું પડતા ચોમાસુ સારું રહેશે
આ વર્ષે ચોમાસું સારું જશે તેવી હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી રહ્યાં છે. દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું કે, અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. એજન્સીએ આગાહી કરી કે, પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ-નીનો નબળુ પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા-નીનોની સ્થિતિ રહેશે. જુન-ઓગસ્ટથી લા નીનોની સ્થિતિ બને એટલે સમજવાનું કે આ વર્ષે ચોમાસું સારું રહેશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવનું કહેવું છે કે, જુન-જુલાઈ સુધીમાં લા નીનોની સ્થિતિ પેદા થશે, આ વર્ષે જો અલનીનો ન્યૂટ્રલમાં બદલાઈ જશે તો પણ ચોમાસું સારું જશે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં સારુ ચોમાસું જાય તેવી સંભાવના તેઓએ વ્યક્ત કરી છે.
- અમદાવાદ 16.2
- બરોડા 16.4
- ભુજ 15.4
- ડીસા 13.8
- દ્વારકા 19.4
- ગાંધીનગર 15.8
- નલિયા 11.3
- પોરબંદર 17.4
- રાજકોટ 14.4
- સુરેન્દ્રનગર 16.2
- વેરાવળ 18.7