- દંપત્તિ વચ્ચે કોઇ મુદ્દે થયેલી માથાકૂટમાં હથિયારથી માર મારી મોતને ઘાટ ઉતારી લાશને તળાવમાં ફેંકી દીધી
- એક દિવસ પહેલા ખૂન કરી કોઇની મદદથી મહિલાએ લાશને દોરડાથી બાંધી નાખી: આડા સંબંધની આશંકાએ બનાવ બન્યાની ચર્ચા !!
પડધરી તાલુકાના થોરીયાળી ગામની સીમમાં રહી મજૂરી કામ કરતા પરપ્રાંતિય દંપતિ વચ્ચે ચાલતા ગૃહ ક્લેશમાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી લાશને તળાવમાં ફેંકી દીધાની ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી પત્નીને સંકજામાં લઇ આકરી પુછપરછ હાથધરી છે. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી છે. આડા સંબંધની આશંકાએ તેની સાથે કોઇ સંડોવાયેલા છે તે મુદ્ે તપાશનો ધમધમાટ આદર્યો છે.
વધુ વિગત મુજબ પડધરી નજીક થોરીયાળી ગામે રહેતા બાબુ રવજીભાઇ કોટડીયા નામના ખેડૂતે પોતાની વાડીમાં કામ કરતા અને મધ્યપ્રદેશના અબીરાજપુર જિલ્લાના જાળવા ધુસબેડા ગામે રહેતો દિલો કેન્તાભાઇ પચાયા ગામનો શ્રમિકની સીમમાં તળાવમાં લાશ પડી હોવાની જાણ પડધરી પોલીસને કરતા પીએસઆઇ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસે દોરડાથી બાંધેલા અને ઇજાની નિશાન સાથે મૃતદેહને પીએમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતક જુટલો ઉર્ફ દિલો પચાયાની પત્નીની તે આશાબેનને યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તપાશમાં ભાંગી પડતા ગત રાત્રે બંને વચ્ચે માથાકૂટ થતા જેમાં ઉશ્કેરાયેલી પત્ની આશાબેને દાંતરડા વડે ઢીમ ઢાળી દઇ મોતને ઘાટ ઉતારી લાશને દોરડા વડે બાંધી તળાવમાં ફેંકી દીધાની કબૂલાત આપી છે. પોલીસે હત્યાની તેની સાથે કોણ સંડોવાયેલા છે. તેમની આડા સંબંધની શંકા હોવાની તે મામલે માથાકૂટ થયાનું ચર્ચાયું રહ્યું છે. આથી પોલીસે તે મુદ્ે તપાશ હાથધરી છે. પિતાનું મોતથી છ સંતાનોએ છત્રછાયા ગુમાવી છે.