વલસાડ ન્યુઝ
દેશમાં માલ પરિવહનને ગતિ આપવા સરકાર દ્વારા નખાયેલા નવા ડીએફસીસી કોરિડોરનું કામ સુરત થી વલસાડના ઉમરગામ સુધી પૂર્ણ થઈ ગયું છે. પરિણામે આજે રેલવે વિભાગ દ્વારા સંજાણથી સુરતના ભેસ્તાન સુધી ડીએફસીસીઆઈ એટલે કે ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના રૂટ પર સૌ પ્રથમ ટ્રાયલ ટ્રેન ચલાવવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે વલસાડનું સંજાણ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલું છે.
આથી સંજાણ થી સુરતના ભેસ્તાન સુધી આ કોરીડોરનું કામ પૂર્ણ થઈ ગયું છે .અને હવે આગામી થોડા જ દિવસોમાં અહીંથ માલવહન કરતી માલગાડીઓ આ રૂટ પર દોડતી થઈ જશે. આજે 112 km જેટલા ટ્રેક પર યોજાયેલા આ ટ્રાયલ દરમિયાન રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે વીભાગના જણાવ્યા મુજબ DFCCI નું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
અને આ ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં હવે અલગ ટ્રેક પર માલ ગાડીઓ દોડતી થશે. પરિણામે દેશમાં ગુડસ ટ્રાન્સપોર્ટેશન માં ગતિ આવશે .અને ભાડામાં પણ ઘટાડો થશે .આથી આ DFCCI અનેક રીતે ફાયદાકારક પુરવાર થશે તેમ રેલવે વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.