- નવી મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાન કરનારની સંખ્યા 1.85 કરોડ
લોકસભા ચૂંટણી ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી . આ યાદીમાં પુરુષોના પ્રમાણમાં મહિલા મતદારોમાં ધરખમ વધારો નોંધાયો છે. વર્ષ 2019 માં 43.1 કરોડ મહિલાઓ ની નોંધણી થઈ હતી જે 9.3% વધી 47 કરોડ એ પહોંચી છે. તો બીજી તરફ ફર્સ્ટ ટાઈમ વોટર કે જેઓની વહી મર્યાદા 18 થી 19 વચ્ચેની છે તેઓની સંખ્યા પણ 1.85 કરોડે. પહોંચી ગઈ છે જે વર્ષ 2019 માં 22.7% હતી.
17 વર્ષથી વધુના 10.6 લાખ અરજીઓ મતદાર તરીકે નોંધાવવા માટે આવી હતી. થર્ડ જેન્ડર એટલે કે કિન્નરોની જો વાત કરવામાં આવે તો તેમની સંખ્યામાં પણ 48000 ને પાર પહોંચી ગઈ છે જ્યારે ખોટ ખાપણ વાળા મતદારોની સંખ્યા પણ ડબલ થઈ 88.4 લાખે પહોંચી છે. હાલ જે આંકડામાં ધરખમ વધારો નોંધાયો છે તેની પાછળ ઇલેક્શન કમિશન દ્વારા ચલાવવામાં આવતા જાગૃતતાલક્ષી કાર્યક્રમો ખૂબ ઉપયોગી નબળીયા છે ત્યારે વધુને વધુ લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરે તે હેતુસર સ્થાનિક પ્રશાસન પણ કામ કરી રહ્યું છે.
ભારત વર્ષમાં હાલ વધુને વધુ મતદારો મતદાન કરે તે માટે જાગૃતતા લક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એટલુજ નહિ નામ કમી કરાવવાનું પણ કામ સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું હતું. ત્યારે ઘરે ઘરે જઈ સ્થાનિક પ્રશાસન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેનું પરિણામ પણ સારું એવું મળ્યું છે.