• મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટના દિવસે જ ‘અબતકે’ સ્પષ્ટ જણાવી દીધું હતું કે શહેરીજનો પર એકપણ રૂપિયાનો કરબોજ નહીં આવે જે સચોટ સાબિત થયું

Rajkot News

મ્યુનિ.કમિશનર આનંદ પટેલે ગત 31મી જાન્યુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રૂ.2817.81 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં પાણીવેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારા સહિત શહેરીજનો પર રૂ.17.77 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો હતો. આ દિવસે જ ‘અબતક’ દૈનિક દ્વારા એવો અહેવાલ પ્રસિદ્વ કરવામાં આવ્યો હતો. ચૂંટણી વર્ષમાં ભાજપના શાસકો દ્વારા એકપણ રૂપિયાનો કરબોજ સ્વિકારવામાં આવશે નહિં. જે આજે સચોટ પૂરવાર થયો છે.

ગત વર્ષે રાજકોટવાસીઓ પર કોર્પોરેશન દ્વારા 40 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો હતો. જો બીજા વર્ષે કરબોજ ઝીંકવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં તેની વિપરિત અસર પડી શકે છે. તેવી દહેશતના કારણે ભાજપના શાસકો દ્વારા બજેટમાં એકપણ રૂપિયાનો કરબોજ સ્વિકારવામાં આવશે નહિં. તેવો ‘અબતક’નો તલસ્પર્શી અહેવાલ આજે સાચો ઠર્યો છે.

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં પાણીવેરો અને ગાર્બેજ ચાર્જમાં વધારો ફગાવી દેવામાં આવ્યો છે.

‘અબતકે’ એવો પણ ઉલ્લેખ કર્યો છે હતો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાં નવી યોજનાઓના રંગ પૂરવામાં આવશે. જે પણ સાચુ પડ્યું છે. 50 કરોડની નવી 18 યોજનાઓ મૂકવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.