- કોર્પોરેટરોની ગ્રાન્ટ, મેયર, ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધપક્ષના નેતાની ગ્રાન્ટમાં કરાયો વધારો
- રૂ.50 કરોડની 18 નવી યોજના જાહેર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર
રાજકોટ મહાનગરપાલિકા નું વર્ષ 2024- 2025ના રૂ. 2843.52 કરોડના બજેટ ને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે રજુ કરેલા ડ્રાફ્ટ બજેટમાં રાજકોટવાસીઓ પર પાણી વેરો અને ટુ ડોર ગારબેજ કલેક્શન ચાર્જ સહિત ₹17.77 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો હતો.જે શાસકો દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.સાથોસાથ ૫૦ કરોડની નવી 18 યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આજે સવારે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ 2023-24ના રિવાઇઝ બજેટ અને વર્ષ 2024-25 ના સામાન્ય બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર રજુ કરેલા રૂ.2817.81 કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર રૂપિયા 17.77 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો હતો.જે ઊંડાણ પૂર્વકના અભ્યાસ બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત બજેટના કદમાં 25.71 કરોડનો મત વધારો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અલગ અલગ 18 નવી યોજનાઓ નો સમાવેશ બજેટમાં કરવામાં આવ્યો છે.
જેમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 33 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે મેયરને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ 6,00,000 થી વધારી 8 લાખ કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષના નેતાને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ શાળા ચાર લાખથી વધારી છ લાખ કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં રૂપિયા 50 લાખની નવી 18 યોજનાઓ મૂકવામાં આવી છે.જેમાં શહેરના વિકાસને ધ્યાનમાં રાખી સાઉથ ઝોન બનાવવાની ઘોષણા કરવામાં આવી છે આજે જીઆઇડીસીને જોડતો નવો બ્રિજ નવા કોમ્યુનિટી હોલ તથા હયાત હોલનું નવીનીકરણની ઘોષણા કરવામાં આવી છે.આ ઉપરાંત માધવરામ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા માટે રૂપિયા 1.50 કરોડની જોગવાઈ કરાય છે. મુખ્ય માર્ગોને વાઈટ ટોપિંગ ટેકનોલોજીથી વધુ ટકાઉ બનાવવા સોલાર રૂફટોપ માટેની જોગવાઈ કરવામાં આવી છે રૂપિયા 2800 43 પોઇન્ટ 52 કરોડના બજેટને બહાલી આપવામાં આવી છે.