- 16મી સદીના નાસ્ત્રેદમસની વધુ એક આગાહી સાચી પડશે ?
- કિંગ ચાર્લ્સ ત્રીજાનો નાનો પુત્ર હેરી કેલિફોર્નિયામાં તેની પત્ની સાથે રહે છે
બ્રિટનનારાજા કિંગ ચાલ્ર્સને કેન્સર થઈ ગયું છે. 75 વર્ષના રાજાએ પોતાને કેન્સર હોવાની વાત જાહેર કરી છે. બકિંઘમ પેલેસે સોમવારે સાંજે જાહેરાત કરી કે મહારાજમાં કેન્સરના એક રૂપની ઓળખ થઈ છે, ત્યારબાદ તેમણે સારવાર લેવાની શરૂ કરી દીધી છે. આ દરમિયાન તેમણે પોતાના જાહેર કર્તવ્યોને સ્થગિત કરી દીધા છે.
પરંતુ જલ્દી તેમના જનતાની વચ્ચે આવવાની આશા કરવામાં આવી રહી છે. આ વચ્ચે એકવાર ફરી 16મી સદીના ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ચર્ચામાં આવી ગઈ છે. યુકેના મેટ્રોના રિપોર્ટ પ્રમાણે તેમાં શાહી ઉથલ-પાથલનો ઉલ્લેખ છે.
નાસ્ત્રેદમસે પોતાની એક ભવિષ્યમાં કહ્યું હતું કે રાજાને પદ છોડવું પડે છે અને પ્રિન્સ હેરી સંભવિત રૂપથી સિંહાસન સંભાળશે. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓને કવિતાની જેમ લખતા હતા . નાસ્ત્રેદમસ: ધ કમ્લીટ પ્રોફેસીઝ ફોર ધ ફ્યૂચર પુસ્તક લખનાર બ્રિટિશ લેખક મારિયો રીડિંગે તેનું વિશ્લેષણ કર્યું છે.
તેમણે કહ્યું કે એક એવો વ્યક્તિ રાજા બની શકે છે, જેની આશા નથી. કિંગ ચાલ્ર્સ ત્રીજાનો નાનો પુત્ર હેરી કેલિફોર્નિયામાં તેની પત્ની સાથે રહી રહ્યો છે એટલુજ નહી આગાહી મુજબ હવે બ્રિટનના રાજા જે રાજ પરિવારથી દૂર હોય તેવો બને તેવી પણ આગાહી કરવામાં આવી હતી જે કદાચ સાચી પડી શકે છે.
આ પૂર્વે આગાહી પણ સાચી પડી હતી
ફ્રાન્સના ભવિષ્યવેત્તાએ બ્રિટિશ શાહી પરિવાર વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ હોવાના અહેવાલ છે. એથોસ સલોમાને ને અત્યારે નાસ્ત્રેદમસ તરીકે ઓળખવામાં આવે છે.
– આ વચ્ચે કિંગ ચાલ્ર્સ ત્રીજાનો નાનો પુત્ર હેરી મંગળવારે લંડન પહોંચ્યો હતો. તે શાહી પરિવારથી અલગ થઈ ચુક્યો છે. પોતાની અભિનેત્રી પત્ની મેઘન સાથે તે અમેરિકામાં રહે છે.
– એથોસ સાલોમે વર્ષ 2024માં ભારતની પ્રગતિ વિશે વાત કરી છે. તેમણે 2024 સુધી પ્રગતિની આશા સાથે ભારતને ’ટાઇગર’ ગણાવ્યું છે. આ સિવાય સાલોમે ફિલિપાઈન્સ, વિયેતનામ અને ચીનના કેટલાક વિસ્તારોમાં તોફાન આવવાની આગાહી કરી છે.