તા. ૮.૨.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦, પોષ વદ તેરસ, ઉત્તરાષાઢા નક્ષત્ર, સિદ્ધિ યોગ , વિષ્ટિ કરણ આજે સવારે ૧૦.૦૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવકનો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
–વિશ્વમાં અનેક જગ્યાએ મોટા કૌભાંડ સામે આવતા જોવા મળે
અગાઉ અત્રે લખ્યા મુજબ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ થી હોંગકોંગની કંપની સાથે સૌથી મોટી છેતરપિંડી થવા પામી છે જે વિષે અહીં લખી ચુક્યો છું. જેમ જેમ રાહુની સાયકલ આગળ વધતી જાય છે તેમ તેમ ડીપ ફેક જેવા મુદ્દા સામે આવતા જાય છે અને આગામી દિવસોમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સની ઘણી આડઅસરો જોવા મળશે વળી શનિ અસ્તના થતા હોય કૌભાંડો અને છેતરપિંડીની એક શૃંખલા ઉભી થતી જોવા મળશે અને વિશ્વમાં અનેક જગ્યાએ મોટા કૌભાંડ સામે આવતા જોવા મળે જેની અસર શેરબજારથી લઇને રાજનીતિ સુધી જોવા મળે અને ઘણી બાબતોમાં સામાન્ય જનના પૈસા પણ દાવ પર લગતા જોવા મળે વળી શનિ મહારાજ આજીવિકાના કારક પણ છે માટે આ સમયમાં મોટી કંપનીઓ કર્મચારીઓને છુટ્ટા કરતી જોવા મળે વળી પીએફ અને રિટાયરમેન્ટ કેસીસ વધુ જોવા મળે તથા લોકોને આજીવિકા અંગે તકલીફ પડતી જોવા મળે. આવક સ્થાનમાં શનિ અસ્તના થતા હોય જમાપૂંજીને નુકસાન કરે અને યોગ્ય રીતે વ્યાજ કે અન્ય લાભ મળવામાં તકલીફ કરે. આ સમયમાં મોટા રાજનેતાઓએ પણ કાયદાકીય બાબતોમાં થી પસાર થવું પડે અને બારમે રાહુ અગાઉ લખ્યા મુજબ દિગ્ગજ લોકો માટે કારાવાસ યોગ પણ દર્શાવી રહ્યો છે તો ૨૦૨૪ શનિનું જ વર્ષ હોય શનિ મહારાજ એકદમ શાંત રીતે ધીમે ધીમે દંડનાયકની ભૂમિકા અદા કરતા જોવા મળે!!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨