- ચૂંટણી ડિરેકટરોને બિનહરીફ કરવામાં ખોટું થયાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં પેન્ડિંગ મેટરની સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું
વિસાવદર માર્કેટિંગ યાર્ડનું નામ સાથે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નામ જોડાયેલ છે તેવી ખેડૂતોની સંસ્થામાં જ ખેડૂત પેનલને સતાના જોરે બિનહરીફ કરાવવાના મનસૂબા સાથે સતાધારી દ્વારા જુના જોગીઓને કોરાણે મૂકી સહકારી વિભાગમાં મારા અને તારાની નીતિથી જે ને સહકારી ક્ષેત્ર સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નથી તેવા લોકોને લઈને એક નવી પેનલ ઉભી કરાતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે અને કંઈક નવાજુનીના એંધાણ થતા જોવા મળી રહ્યા છે ત્યારે વિસાવદર ના સ્થાનિક આગેવાનો મુકેશભાઈ રિબડીયા તથા લાલજીભાઈ બાવાભાઈ કોટડીયા દ્વારા પોતાની ઉમેદવારી રદ કરાતા છેલ્લા પાંચેક દિવસથી જે તે વિભાગમાં રજૂઆતો કર્યા બાદ કોઈએ રજૂઆતો દયાને ન લેતા આખરે ગુજરાત હાઇકોર્ટે માં તેમના એડવોકેટ મારફતે ધા નાખતા ફરીથી રાજકારણ ગરમાયુ છે હવે જો હાઇકોર્ટ દ્વારા તમામ ચૂંટાયેલા દસે દસ સભ્યોની નિમણુંકને ઉમેદવારી પત્રોને અને પોતાની ઉમેદવારી રદ કરવાના નિર્ણયને પડકારવામાં આવેલ છે ત્યારે ફરી એક વખત વિસાવદર માર્કેટિંગ યાર્ડ બાબતે રાજકારણ ગરમાયુ છે અગાવ પણ યાર્ડના સતાધીશો દ્વારા મગફળી કૌભાંડ કરી એક કરોડ ઉપરની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે તથા કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તેમાં જેની સામે ફરિયાદ કરવામાં આવેલ છે તેજ લોકો ફરી સતા મેળવવા માટે સામ દામ દંડની નીતિ અખત્યાર કરી સતા મેળવવા માટેની પેરવી કરી રહ્યા છે.
ભૂતકાળમાં પણ યાર્ડના રાજકારણ ના કારણે ભાજપે સતા ગુમાવી હતી. ખેડૂતોના રોષ સહન કર્યો હતો તેમ ફરીથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ફરીથી ખેડૂતો નુકશાન કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ટુંક સમયમાં જ વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓ આવી રહી હોય તમામ રાજકીય પક્ષ વાળા આ જ મુદ્દો ચૂંટણી પ્રચારમાં બનાવી ખેડૂતોની લાગણી જીતવા પ્રયાસ કરી રહ્યા છે અને તાલુકામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન બોલાવતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ ઈશુદાનભાઈ ગઢવી રેસમાબેન પટેલ વિગેરે દ્વારા ખેડૂત સંમેલનો બોલાવી ચૂંટણી પ્રચાર તથા આ મુદ્દાને વેગ આપી રહ્યા છે વધુમાં હાઇકોર્ટ માં મેટર દાખલ થતાં લોકો તથા ખેડૂતો હાઇકોર્ટે ના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે ત્યારે હાઇકોર્ટ જો તમામની ઉમેદવારી રદ કરશે કે બન્ને અરજદારોની ઉમેદવારી માન્ય રાખશે. તેના પર તમામની મીટ મંડાય છે.