ગાંધીનગર સમાચાર
ગુજરાતમાં કિલકારી અને મોબાઈલ અકાદમીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે . આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવવામાં આવ્યો છે . ભારત સરકારની મોબાઈલ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત ગુજરાતમાં ગાંધીનગરથી કરાવવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી મોબાઈલ અકાદમીનો પ્રારંભ કરાયો છે .ગર્ભવતી અને ધાત્રી મહિલાઓ માટે આ મોબાઈલ સેવા મહત્વપૂર્ણ ઉપયોગી રહેશે. પ્રસૂતા પહેલા અને પછી મહિલાને કઈ કાળજી રાખવી સહિત માહિતી મોબાઈલ દ્વારા મળશે.
દર સપ્તાહે ગર્ભવતી મહિલાઓને કિલકારી દ્વારા કોલ કરી માહિતી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય એવમ પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ ઓનલાઈન જોડાયા અને શુભારંભ કરાયો હતો . બાળ મૃત્યુ અને માતા મૃત્યુ રોકવા આ પહેલ કામ આવશે. 72 અઠવાડિયા દરમિયાન ગર્ભવતી મહિલાઓને માહીતી આપવામાં આવશે.
વિશાલ સાગઠિયા