- સ્ત્રીઓમાં હૃદ્ય રોગનું કારણ બનતાં બ્લોકેજ પુરૂષો કરતાં અલગ: વિશ્ર્વભરમાં વિમેન્સ હાર્ટ વીક ઉજવાય રહ્યું છે: હૃદ્યની બીમારીઓ અમેરિકન મહિલા માટે નંબર વન કિલર છે
- આજના યુગમાં સ્ત્રીઓ પહેલા કરતા વ્યસ્ત હોવા ઉપરાંત કારકિર્દી, કુટુંબ અને સંભાળની જવાબદારી સંભાળતી હોવાથી, પોતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય છે: 1900માં પ્રથમવાર મેડિકલ ક્ષેત્રે હૃદ્યરોગનો અભ્યાસ અને સમજણમાં રસ વધ્યો હતો
પુરૂષો કરતા સ્ત્રીઓનું હૃદ્ય કોમળ હોય છે, સાથે પ્રેમ, હુંફ, લાગણી જેવા ગુણો સાથે તેનું હૃદ્ય મમતા અને વાત્સલ્ય સભર હોય છે. આ ચાલું માસે વિશ્ર્વનાં ઘણાં દેશોમાં વિમેન્સ હાર્ટવીક ઉજવાય રહ્યું છે અને તેની પૂર્ણાહતી વેલેન્ટાઇન દિવસે થનાર છે. આ ઉજવણીનો હેતું મહિલાઓમાં હૃદ્યની ગંભીર બિમારીઓના લક્ષણો અને નિવારણ માટે જાગૃત કરવાનો છે. જો તમારા પરિવારમાં હૃદ્ય બિમારીનો ઇતિહાસ હોય, તો સમયસર સાવચેતી તમને બચાવી શકે છે. હાર્ટવીક સેલિબ્રેશનનો ઇતિહાસ જોઇએ તો 1900ની સાલમાં હૃદ્યનો અભ્યાસ ક્યારેય ન થયો હોય તેમ શરૂ કરાય છે, અને હૃદ્યરોગના અભ્યાસ અને સમજણમાં મેડિકલ સંશોધન બાબતે રસ પડ્યો હતો.
1948માં અમેરિકન હાર્ટ એસોસિએશનની રચના કરી જે હૃદ્ય અને તેના રોગોના અભ્યાસ માટે સમર્પિત છે. 1958માં કોરોનરી ધમનીઓની પ્રથમ છબીઓ પ્રદર્શિત થઇ અને તેની બિમારીઓની તપાસ સરળ અને ઝડપી બની હતી. 1960માં સર્જનોએ પ્રથમ બાયપાસ સર્જરી કરી હતી. એક તારણમાં જણાવેલ છે કે જો તમે 30 કે તેથી વધુ ઉંમરની સ્ત્રી છો તો તમારે હૃદ્યની તપાસ કરાવી લેવી જરૂરી છે. આજકાલ યુવાવયે હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે હૃદ્યના સ્વાસ્થ્ય બાબતે વધુ દરકાર કરવાની જરૂર છે. હૃદ્યની આ પાંચ વાત સૌએ જાણવાની જરૂર છે, જેમાં હૃદ્ય દિવસમાં 11 હજાર વાર ધબકે છે. તે દરરોજ બે હજાર ગેલન જેટલું લોહી પંપ કરે છે. તમારા શરીરથી અલગ થયા પછી થોડો સમય ધબકતું રહે છે. એક વાયકા મુજબ એવું નોંધાયુ છે કે મોટાભાગના હાર્ટ એટેક સોમવારે આવે છે. હૃદ્યના કોષો વિભાજીત થતાં નથી, આ કારણે હૃદ્યનું કેન્સર ખૂબ જ દુર્લભ ગણાય છે.
શા માટે વિશ્ર્વના ઘણા દેશોમાં મહિલા હૃદ્ય સપ્તાહની ઉજવણી કરાય છે. તેના કારણમાં આજની સ્ત્રીઓ તેમના વ્યવસાયિક અને અંગત જીવનમાં સતત વ્યસ્ત રહેવાને કારણે ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. આ ઉજવણી મહિલા પોતાની સંભાળ રાખે અને સ્વસ્થ જીવન જીવે એવો છે. સ્ત્રીઓમાં મૃત્યુનું પ્રથમ કારણ હૃદ્યની સમસ્યા છે. અમેરિકામાં આખો ફેબ્રુઆરી મહિનો હાર્ટ મહિના તરીકે ઉજવણી થાય છે.
શા માટે વિશ્ર્વના ઘણા દેશોમાં મહિલા હૃદ્ય સપ્તાહની ઉજવણી કરાય છે, તેના કારણમાં આજની સ્ત્રીઓ તેમના વ્યવસાયિક અને અંગત જીવનમાં સતત વ્યસ્ત રહેવાને કારણે ઘણીવાર સ્વાસ્થ્યની અવગણના કરે છે. આ ઉજવણી મહિલા પોતાની સંભાળ રાખે અને સ્વસ્થ જીવન જીવે એવો છે. સ્ત્રીઓમાં મૃત્યુનું પ્રથમ કારણ હૃદ્યની સમસ્યા છે. અમેરિકામાં આખો ફેબ્રુઆરી મહિનો હાર્ટ મહિના તરીકે ઉજવણી થાય છે.
તમારા જીવનની મહિલાઓને તેમના હૃદયની વાત સાંભળવવામાં અને તેમનો અવાજ ઉઠાવવામાં મદદ કરો. મહિલાઓ પરિવારના સભ્યોની સંભાળ રાખવામાં પોતાની સંભાળ લેતી નથી કે તેને સમય મળતો જ નથી. 1984માં મહિલા હૃદ્ય રોગ જાગૃત્તિનું મહત્વ વધતાં નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ હેલ્થ (ગઈંઇં)એ મહિલાઓમાં હૃદ્ય સ્વાસ્થ્ય સંદર્ભે કર્યું હતું. 1999માં આની જનજાગૃત્તિ માટે લાલ વસ્ત્રો પહેરવાનું નક્કી થતાં રેડ ડ્રેસકોડની અમલવારી શરૂ થયેલ હતી, જેમાં વિદેશોમાં ઘણા લોકો જોડાયા હતા.
2003માં વિમેન્સ હાર્ટવીકની ઉજવણી શરૂ કરાઇ હતી. આની ઉજવણીમાં સ્વસ્થ હૃદ્ય ડિનર પાર્ટી, ચેરિટી વોક અને દોડ, હાર્ટ હેલ્થ સેમિનાર સાથે સોશિયલ મીડિયા પર જનજાગૃત્તિ ફેલાવામાં આવે છે. સ્ત્રીઓ માટે હૃદ્યરોગના લક્ષણો જોઇએ તો પહેલા તો છાતીનો દુ:ખાવો બધાને થાય છે અને તે સામાન્ય લક્ષણ છે, પણ સ્ત્રીઓમાં શ્ર્વાસ લેવાની તકલીફ, ઉબકા, ઉલ્ટી અને પીઠ કે જડબામાં દુ:ખાવાની શક્યતા વધુ હોય છે. મેનોપોઝ સ્ત્રીઓમાં હૃદ્યરોગનું જોખમ વધારે છે. મેનોપોઝ દરમ્યાન સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટી જાય છે, જે નાની રક્તવાહિનીઓમાં કાર્ડિયો વેસ્ક્યુલર રોગ વિકસાવવા માટેનું જોખમી પરિબળ ગણાય છે. ડાયાબીટોસ પણ સ્ત્રીઓમાં હૃદ્યરોગનું જોખમ વધારે છે.
શરીર રચનાની વૈજ્ઞાનિક માહિતી મુજબ સ્ત્રી અને પુરૂષના હૃદ્યની રચનામાં ફેરફાર જોવા મળે છે. જેમાં છેલ્લા દસકામાં ભારતીય સ્ત્રીઓના સ્વાસ્થ્ય ક્ષેત્રે જોખમ હૃદ્યરોગથી ઉભું થતું જોવા મળે છે. એક સર્વેક્ષણ મુજબ હૃદ્યરોગના 100 દર્દી પૈકી 40 દર્દી મહિલા જોવા મળતા, તેના પર 40 ટકા જોખમ છે તેવું ગણી શકાય. આ આંકડા મુજબ આ આંકડો દશ વર્ષ પહેલા માત્ર 15નો જ હતો. સ્ત્રીના હૃદ્યરોગના આંકડામાં છેલ્લા દશકામાં 35 ટકા વધારો જોવા મળી રહ્યો છે.
સ્ત્રીઓના હૃદ્યની અને એની આર્ટરિઝ પુરૂષોના હૃદ્ય કરતાં નાની હોય છે. વિજ્ઞાનિકોના તારણ મુજબ માણસનું શરીર તેમાં રહેલા હોર્મોન્સથી પ્રભાવિત હોય છે, એટલે કે પુરૂષ શરીરમાં રહેલા હોર્મોન્સ તેના હૃદ્ય અને આર્ટરિઝને પહોળા કરવાનું કાર્ય કરે છે, ત્યાં સ્ત્રીઓમાં રહેલા એસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન અને ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સ તેના હૃદ્ય અને આર્ટરિઝ નાના બનાવે છે. સ્ત્રીઓમાં રક્તવાહિનીઓમાં બ્લડ ક્લોટીંગ અને બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે. સ્ત્રીઓમાં બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે.
બ્લોકેજ ન હોવા છતાં, સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે !
સ્ત્રીઓમાં હૃદ્યરોગનું મુખ્ય કારણ ગણાતા બ્લોકેજ પુરૂષો કરતાં અલગ જોવા મળે છે. સ્ત્રીઓમાં બ્લોકેજ ન હોવા છતાં, સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે જોવા મળે છે. આમ જોઇએ તો સ્ત્રી અને પુરૂષોમાં હૃદ્યરોગનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલ ગણાય છે, પણ બ્લોકેજમાં કેલ્સિફિકેશનને કારણે પુરૂષોના હૃદ્યમાં તે વધુ કઠણ જોવા મળે છે. જે ત્રણ નળીઓને એક સાથે નુકશાન કરે છે. સ્ત્રીમાં આ પ્રમાણ નરમ હોવાથી એક-બે નળીઓને જ અસર કરે છે. છાતીના દુ:ખાવા કે હાર્ટએટેકનો ભોગ બનેલી 30 ટકા સ્ત્રીઓમાં આર્ટરિઝ સ્વાસ્થ્ય તંદુરસ્ત અને બ્લોકેજ વગરનું હતું. સ્ત્રીઓમાં લોહીનું ઓછું પરિભ્રમણ તેના એટેક માટે જવાબદાર ગણાય છે. સ્ત્રીઓમાં તેના શરીરનું એસ્ટ્રોજન નામનું હોર્મોન તેના હૃદ્યની સંભાળ રાખવાનું કાર્ય કરે છે. મેનોપોઝ પછી એસ્ટ્રોજન હોર્મોનનો ઘટાડો તેમના હૃદ્યને નુકશાન પહોંચાડીને હૃદ્યની બિમારી લાવે છે. સ્ત્રીઓને આવતા એટેકમાં છાતીના દુ:ખાવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. સ્ત્રીના જીવનમાં પવર્તમાન સમયમાં તાણનું પ્રમાણ વિશે જોવા મળે છે.