રોડ-શોમાં અલગ અલગ જગ્યા પર મુખ્યમંત્રીનું સ્વાગત
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મજૂરા વિધાનસભામાં રોડ શો યોજાયો છે. સરગમ શોપીંગ સેન્ટર ખાતેથી રોડ શોની શરૂઆત કરી છે. ત્યારબાદ માહેશ્વરી ભવન, બેંક ઓફ બરોડા સર્કલ થઇને કેનાલ રોડથી ભટાર રોડ તરફ જઈ રહ્યો છે. જ્યારે ભટાર રોડ પર આવેલા ફાયર સ્ટેશન પાસે રોડ-શોની પૂર્ણાહૂતિ થવાની છે. આ રોડ-શોમાં અલગ અલગ જગ્યા પર મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.