Automobile News : ભારત જેવા ઓટોમોબાઈલ માર્કેટમાં લોકો બાઇક ખરીદતા પહેલા તેની માઈલેજ પર ચોક્કસ ધ્યાન આપે છે. લોકોને આવી બાઇક ગમે છે જેની કિંમત વધારે નથી અને માઇલેજ પણ સારી આપે છે. તેનો સીધો અર્થ એ થાઈ છે કે એક એવી બાઇક જે તમને દરરોજ ઉપયોગી થશે અને તમારા ખિસ્સા પર ભારે નહીં પડે. જો તમે પણ માઇલેજવાળી બાઇક શોધી રહ્યા છો, તો અમે અહીં તમારા માટે 5 બાઇક મોડલ વિશે માહિતી લાવ્યા છીએ. તો ચાલો જાણીએ…

ટોપ 5 માઈલેજ બાઈક

Hero Splendor Plus

91

હીરો સ્પ્લેન્ડર પ્લસ હાલમાં દેશની સૌથી લોકપ્રિય મોટરસાયકલોમાંની એક બાઈક છે. આ બાઇકે લાંબા સમય સુધી તેની સ્થિતિ જાળવી રાખે છે. મોટરસાઇકલ સમયની કસોટી પર ખરી ઉતરી છે અને તેની ઇંધણ કાર્યક્ષમતા પણ ઘણી ઉત્તમ છે. હીરો સ્પ્લેન્ડર પ્લસમાં ઇંધણ કાર્યક્ષમ (97.2cc) એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે (7.91bhp) નો પાવર અને (8.05Nm) નો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોવા મળી છે. અને (75-80) કિમી/લીટરની માઈલેજ આપે છે.

Bajaj Platina 100

92

બજાજ પ્લેટિના 100 એ એક બાઇક છે જે તેના માઇલેજને કારણે ઘણું વેચાય છે. જો કે આ મોટરસાઈકલનો હીરો સ્પ્લેન્ડર રેન્જ જેટલો લાંબો ઈતિહાસ નથી, પરંતુ ઈંધણ કાર્યક્ષમતાના સંદર્ભમાં તેનો કોઈ હરીફ નથી. Bajaj Platina 100 માં (102cc) એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે (7.79bhp) પાવર અને (8.30Nm) ટોર્ક જનરેટ કરે છે. સ્પ્લેન્ડરની જેમ પ્લેટિનામાં પણ 4-સ્પીડ ગિયરબોક્સ છે. આ મોટરસાઇકલ (70) કિમી/લીટરથી વધુની માઇલેજ આપે છે.

TVS Radeon

93

TVS Radeon અત્યંત સ્પર્ધાત્મક (100cc) મોટરસાઇકલ સેગમેન્ટમાં સૌથી નવા પ્રવેશકર્તાઓમાંનું એક છે. આમાં તમને ઉત્તમ ગુણવત્તાની સાથે ઉત્તમ એન્જિન પરફોર્મન્સ પણ મળે છે. (TVS Radeon) પાસે (109.7cc) એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે (7.79bhp) પાવર અને (8.30Nm) ટોર્ક ઉત્પન્ન કરે છે. આ મોડલ 4-સ્પીડ ગિયરબોક્સ સાથે 69 કિમી/લિટરથી વધુની માઈલેજ મેળવે છે.

Honda Shine 100

94

Honda Shine 100 એ કોમ્યુટર સેગમેન્ટમાં સૌથી નવી બાઇક છે. આ કારે ખૂબ જ ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. (Honda Shine) 100માં (98.98cc) એર કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે (7.28bhp) પાવર અને (8.05Nm) ટોર્ક આપે છે. આ મોટરસાઇકલમાં 4-સ્પીડ ગિયરબોક્સ પણ છે અને તે 65 કિમી/લીટરથી વધુની માઇલેજ આપે છે.

Honda Shine 125

95

Honda Shine 125 ને કોઈ પરિચયની જરૂર નથી. આ મોટરસાઇકલ હાલમાં ભારતમાં સૌથી વધુ વેચાતી (125cc) મોટરસાઇકલ છે અને તાજેતરમાં જ તેણે દેશમાં 30 લાખના વેચાણનો આંકડો પાર કર્યો છે. (Honda Shine 125)માં (123.9cc) એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે (10.59bhp) પાવર અને (11Nm) ટોર્ક આપે છે. આ મોટરસાઇકલમાં 5-સ્પીડ ગિયરબોક્સની પણ સુવિધા છે. તેની માઈલેજ લગભગ 55-60 કિમી/લીટર છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.