- રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ટ્રાફીક વ્યવસ્થા સુદ્દઢ બનાવવા 1000ની ભરતી કરાશે
- ઓનલાઈન ઠગાઈ અને સાયબર ક્રાઈમ અટકાવવા નવી જગ્યા અને માલખાગત સુવિધા માટે 15 કરોડની જાહેરાત
અબતક, રાજકોટ
રાજયમાં લોકોની જાનમાલની સુખાકારી કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ ગુનાખોરીને કાબુમાં લેવા પોલીસને ‘સ્માર્ટ પોલીસ’ બનાવવાના પ્રયાસોનાં ભાગરૂપે ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ મહેકમમાં વધારો, આધુનિક સાધનો અને વિશેષ તાલીમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રાફીક વ્યવસ્થાને વધુ અસરકારક અને સુદ્દઢ બનાવવા માટે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવા રાજય સરકાર દ્વારા બજેટમાં રકમની ફારવણી કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ રાજયના નાણાંમંત્રી કનુભાઈ પટેલે અજે બીજી ફેબ્રુ.એ વિધાનસભામાં બજેટરજૂ કર્યું હતુ જેમાં જન સુખાકારીની સાથે જાનમાલની રક્ષણને અગ્રતા આપી ગૃહ વિભાગ માટે રૂ. 10.378 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે.જેમાં અમદાવાદ સહિત ચાર મહાનગરોની ટ્રાફીક વ્યવસ્થા વધુ સુદ્દઢ બનાવવા માટે નવી ટ્રાફીક પોલીસની 1 હજાર જગ્યા સીસીટીવી, વાહનો અને સંદેશા વ્યવહારોનાં સાધના વિકસાવવામાંઆવશે.
ગુનાખોરીના નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા પોલીસને જખઅછઝ ઙજ્ઞહશભય બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા , આધુનિક વાહનો ખરીદવા, તાલીમ ઉપર ભાર મૂકવામાં, ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.
શહેરોમાં સીસીટીવી કેમેરા લગાડવાની યોજના હેઠળ 120 કરોડ,પોલીસ ખાતાના મકાનોના મજબૂતીકરણ અને ઊંચી લઇ જવા માટે 115 કરોડ, પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે ‘94 કરોડ , પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા અને નવી જગ્યાઓ ઉભી કરવા માટે ‘69 કરોડ,અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઉભી કરવા માટે ‘57 કરોડ,આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે ‘38 કરોડ,.
પોલીસ ,હોમગાર્ડ માટે આધુનિકી શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સની તાલીમ માટે ’30 કરોડ, જછઙઋ ૠજ્ઞિીા-2, અમદાવાદ અને જછઙઋ ૠજ્ઞિીા-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (જઅઋ) વિકસાવવા માટે 25 કરોડ, ગ્રામ્યની 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી ઙજઈંને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ અને માળખાકીય સગવડો માટે ‘18 કરોડ,.ઓનલાઇન ફાઇનાન્સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ અને આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા ‘15 કરોડ મળી કુલ ગૃહ વિભાગ માટે રૂપિયા 10000 378 કરોડ ની જોગવાઇ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ન્યાયતંત્રને અદ્યતન અને સુદ્દઢ બનાવવા માટે કાયદા વિભાગને 2559 કરોડની જોગવાઈ
80 ફેમીલી કોર્ટ સ્થાપાશે અને વકીલો માટે 5 કરોડની સહાય
સમાજ જીવનમાં લોકોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તેવા સરકારના ઉદેશ સાથે ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને વધુ સુદ્દઢ બનાવવા અધતન ટેકનોલોજી અને માળખા સુવિધા તેમજ નવી જગ્યા સહિતના મુદે કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જાહેરાત કરવામાં આવી છે. તેમજ સાથે સાથે વકીલોના કલ્યાણ માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને 5 કરોડની જાહેરાત કરવામાં આવી છે. દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે. વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ‘ 211 કરોડની જોગવાઇ. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે 125 કરોડની જોગવાઇ.હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે ‘ 20 કરોડની જોગવાઇ. જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે 80 જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભુ કરવા 5 કરોડની જોગવાઇ. રાજયના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા ‘5 કરોડની જોગવાઈ.તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી ટશિિીંફહ/વુબશિમ માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે 5 કરોડની જોગવાઇ.
પોલીસ અને ફાયર સહિતની ઇમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરો
હવે પોલીસ, ફાયર સહિતની ઇમરજન્સી માટે 112 નંબર જાહેર કરાયો છે. જેથી હવે ગુજરાતમાં નાગરિકોએ કોઈ પણ ઇમરજન્સી માટે અલગ અલગ નંબરની યાદી રાખવી નહિ પડે. માત્ર 112 નંબર ઉપરથી જ તમામ મદદ મળી રહેશે. નાણામંત્રીએ કહ્યું કે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજયમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.
સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઇ
નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1398 કરોડની ફાળવણી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ‘6193 કરોડની જોગવાઇ સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોનો સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઇ શકે, તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે.
હિંસા તેમજ સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે વધુ 15 સેન્ટર શરૂ કરાશે
બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું છે કે ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં 65 સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં 15 નવા સેન્ટર શરૂ કરવામાં આવશે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 2363 કરોડની જોગવાઇ. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઇ. પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે 322 કરોડની જોગવાઇ. વહાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ‘252 કરોડની જોગવાઇ. આંગણવાડી 2.0 યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે 1800 કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે ‘200 કરોડની જોગવાઇ. આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઇ. પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે ‘129 કરોડની જોગવાઇ.સુરત ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત નવા મકાનના બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ.પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે 14 કરોડની જોગવાઇ.