કેન્દ્રીય બજેટ ભારતના વિકાસનો રોડમેપ તૈયાર કરનાર બનશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનજી દ્વારા વર્ષ 2024 નું છઠ્ઠું ઈન્ટરીમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર અ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે. 10 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં વધારો થતો જોવા મળ્યો છે. દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો છે. સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. રોજગારની તકોમાં વધારો થયો છે. 2047 માં વિકસીત ભારત તરફ આગળ વધી રહયું છે.
આ બજેટને આવકારતાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવેલ કે રાજકોટ ચેમ્બર દ્વારા પી-બજેટ માટેનાં સુચનો મોકલવામાં આવેલ હતા. જેમાં ખાસ કરીને એમએસએમઈ ને સેકટરને બુસ્ટ આપવું અને લઈ તેના માટે સ્પેશ્યલ પેકેજ જાહેર કરવા જેવી વિવિધ રજુઆત કરવામાં આવેલ હતી. આ ઈન્ટ્રીમ બજેટ થકી એમએસએમઈ ને ફાયદો થશે અને રોજગારીમાં પણ વધારો થશે. દેશના વિકાસનો આધાર ઈન્ફસ્ટ્રક્ચર ઉપર રહેલ હોય તે માટે ઈન્ફાસ્ટ્રક્ચર ઉપર કેન્દ્ર સરકારે વધુ ધ્યાન કેન્દ્રીત કરેલ છે.
જેમાં બજેટ મહિલા, કિસાનો, પછાત વર્ગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયેલ છે, લધુ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે, દેશમાં જી20નું સફળ આયોજન થયું, દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવાશે, ગરીબી ઘટી રહી છે, વિવિધ યોજનાઓ થકી ગ્રામ્યનો વિકાસ થઈ રહયો છે, પીએમ કિસાન યોજનાઓ થકી કિસાનોને સીધો લાભ મળી રહયો છે, પીએમ વિશ્વકર્મા યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાથી લાભ, ખેલ જગતમાં ભારત મોખરે રહ્યું છે, 7 આઈઆઈટી અને 7 આઈઆઈટી બનાવવી, પીએમ આવાસનો 70% લાભ મળી રહયો છે, ડિઝીટલ માધ્યમ વધિ રહયું છે, સોલારના માધ્યમથી 300 યુનિટ સુધી દર માસે વિજળી મફત થશે, દૂધ ઉત્પાદનમાં ભારત મોખરે રહયું છે, 390 યુનિર્વસિટીનું નિર્માણ થશે, લખપતિ દિદિ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે, પીએમ મત્સ્ય યોજનાથી મત્સ્ય ઉત્પાદનમાં વધારો થશે, 3 રેલ્વે કોરીડોર શરૂ થશે અને યાત્રા સુવિધાઓમાં વધારો થશે, ઈ-વ્હીકલ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. સાથો સાથે ટેક્ષ કલેકશન 3 ગણુ વધ્યું છે જે બદલ દેશના કરદાતાઓનો આભાર વ્યકત કરી ડાયરેક્ટ અને ઈનડાયરેકટ ટેક્ષ માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી, સ્ટાર્ટઅપ માટે ટેક્ષની છુટ 1 વર્ષ માટે વધારી છે. આમ જુલાઈ સુધીમાં સંપૂર્ણ બજેટ રજુ કરી ભારતના વિકાસનો રોડમેપ તૈયાર થશે. તેમ રાજકોટ ચેમ્બરે જણાવ્યું છે.
નઇ નફા નઇ નુકશાન વાળુ બજેટ: પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વેષ્ણવે જણાવ્યું કે બજેટ નઇ નફા નઈ નુકસાન વાળું છે.ટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે.આવાસ યોજનાની જાહેરાત નિર્મલા સીતારમણનું સરાનીય પગલું છે.મોંઘવારીમાં વધારો નહીં પણ ઘટાડામાં સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાજકોટના ઉદ્યોગ જગતની વાત કરવામાં આવે સ્લેબની અંદર ફેરફાર કરવામાં આવ્યા નથી સાથોસાથ કોઈ પણ નવા કરવેરા નાખવામાં આવ્યા નથી હાલ જે ડેવલપમેન્ટની રફતાર છે.એ યથાવત રહેશે.જુલાઈમાં ફુલ બજેટ આપવામાં આવશે ત્યારે સો ટકા એમએસએમઇને ફાયદો થશે.