જામનગર સમાચાર
જામનગર પેપરટોડા ગામે આવેલ નદીના કાંઠે મૃતદેહ મળી આવ્યો હતો.જે પીએમ રિપોર્ટમાં શર્પદંશથી મોત થયાનું ખુલ્યું હતુ
જામનગરમાં રહેતા મૂળ કાલાવડ તાલુકાના નવાગામનો યુવાન ઘરેથી સવારે નીકળ્યા બાદ એકાએક લાપ્તા બન્યો હતો. જેનો લાલપુર તાલુકાના પીપરતોડા ગામેં આવેલ નદીના કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નદીના કાંઠેથી યુવાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર પણ દોડ્યું હતું. હત્યાની આશંકાને પગલે પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયુ હતું. જેમાં શર્પદંશથી મોત થયાનું કારણ સામે આવ્યું છે. નોંધનીય છે કે આ યુવાન જામનગરમાં બ્રાસ પાર્ટના ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મોત મામલે લાલપુર પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર લાલપુર તાલુકાના પેપરટોડા ગામે આવેલ નદીના કાંઠેથી ગઈકાલે સાંજના સમયગાળા દરમિયાન એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક લાલપુર પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લઈને પીએસઆઇ એસ.પી.ગોહિલ તેમજ એએસઆઈ કે.કે. ચાવડા સહિતનો લાલપુર પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહનો કબજો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતક યુવાન મૂળ કાલાવડ તાલુકાના નવાગામ અને હાલ જામનગરના કીર્તિ પાનની પાછળ આવેલ વ્રજ સોસાયટીમાં રહેતા અને જામનગરમાં બ્રાસપાટના વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઈ સાવલિયા (ઉ.વ.45) હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે દિનેશભાઈ સાવલિયા ગઈકાલે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ લાપતા થયા હતા. બીજી તરફ લોહી લુહાણ હાલતમાં યુવાનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાની આશંકાને પગલે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બાદમાં આજે સવારે રિપોર્ટ આવ્યો હતો. જે પીએમ રિપોર્ટમાં શર્પદંશથી મોત થયાનું ખુલ્યું હતુ. હાલ લાલપુર પોલીસે શંકાસ્પદ મોત મામલે નોંધ કરી જુદી જુદી દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.