ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે જેમાં સ્વર્ગ, નર્ક, પુનઃજન્મ, યમલોક, પાપ અને પુણ્યની સાથે સાથે જ્ઞાન વિજ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મ વિશે પણ જણાવવામાં આવ્યું છે. એક તરફ જ્યાં મોતનું રહસ્ય જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમના જ્ઞાન અને ઉપદેશો પર આધારિત છે. જો ગરુડ પુરાણની વાતોને આપણા જીવનમાં ઉતારવામાં આવે તો જીવન સરળ અને ખુશહાલ રીતે પસાર થાય છે. આ એકમાંત્ર એવો ગ્રંથ છે, જે જીવનના અંતનું રહસ્ય પણ જણાવે છે. જો તમે પણ જીવનમાં શાંતિ અને ખુશહાલી ઇચ્છતા હોય તો તમારે ગરુડ પુરાણની આ વાતો પર જરૂર અમલ કરવો જોઇએ.

2

ગરુડ પુરાણમાં જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અપનાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય ગરુડ પુરાણમાં કેટલીક એવી પણ ક્રિયાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે કરવાથી નુકસાન પણ થઈ શકે છે. એવી માન્યતા છે કે આ કરવાથી આપણું આયુષ્ય ઓછું થઈ શકે છે. તો ચાલો જાણીએ તે મહત્વની બાબતો જે આપણે આપણી દિનચર્યામાં ન કરવી જોઈએ.

ગરુડ પુરાણ મુજબ શું ન કરવું જોઈએ

ગરુડ પુરાણ અનુસાર સૂર્યોદય પછી જાગવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું સારું માનવામાં આવે છે. વાસ્તવમાં, એવી માન્યતા છે કે આ સમયે હવા શુદ્ધ અને તાજી હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. જ્યારે આપણે મોડે સુધી જાગીએ છીએ ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેના કારણે શરીર સરળતાથી રોગોનો શિકાર બની જાય છે.

1

સાથે જ રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં દહીંમાં ઠંડકની અસર હોય છે. જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. તેથી બપોરે દહીંનું સેવન કરો.

આ સિવાય સ્મશાનગૃહના ધુમાડાથી પણ દૂર રહેવું જોઈએ. કારણ કે જ્યારે અગ્નિસંસ્કાર થાય છે, ત્યારે શરીરમાંથી બહાર નીકળેલા ઝેરી તત્વો હવામાં ભળી જાય છે, જેમાં ઘણા પ્રકારના ઝેરી બેક્ટેરિયા અને વાયરસ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

ગરુડ પુરાણ અનુસાર, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વાસનાની ભાવનાને મનથી દૂર રાખવી જોઈએ, તેના બદલે આ સમય ભગવાનની ભક્તિમાં પસાર કરવો જોઈએ, તેનાથી આયુષ્ય પણ ઓછું થાય છે.

3

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.