સુરત સમાચાર
સુરતમાં રહેતા સુરતીઓ ખાવા પીવાના શોખીન સાથે દરેક પ્રસંગને તહેવારમાં ઉજવવા માટે જાણીતા છે ત્યારે સુરતની રાણા સમાજના કોમ્યુનિટીમાં આમ તો યુવકો થોડું ઘણું અભ્યાસ કર્યા બાદ પરિવારના જરી અથવા તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોડાઈ જતા હોય છે અને યુવતીઓની 18 થી 20 વર્ષની ઉંમરમાં પરિવાર દ્વારા લગ્ન કરાવી નાખવામાં આવતા હોય છે.
ત્યારે રાણા સમાજની એક યુવતી આજથી સાત વર્ષ પહેલા પરિવાર સાથે અમેરિકા ગઈ હતી અને પ્લેનમાં બેસતાની સાથે જ આ પ્લેન કેવી રીતે ઉડે છે તે વિચારી પાયલોટ બનવાનું નક્કી કર્યું હતું અને ભારે પરિશ્રમ કરીને આ યુવતી પાયલોટ બનીને હાલ સુરત ફરી જાય તો કે પરિવારમાં તો ખુશીનો માહોલ તેની સાથે સમાજમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે આ સમાજના યુવક અને યુવતી ઓછો અભ્યાસ કરતા હોય છે ત્યારે આ યુપીએ તનતોડ મહેનત કરી પાયલોટ બનીને પરિવાર સાથે સમાજનું નામ રોશન કર્યું છે .આ સમાજની દીકરી પાયલોટ બનતા સમાજમાં લોકો તેની વાહ વાહ કરી રહ્યા છે .