- મહિલાઓની કિડની ફેઈલ થતાં હાલ ડાયાલીસીસ પર : સ્થિતિ ગંભીર
જૂનાગઢમા આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં સંપદાઈ છે. જ્યાં 5 મહિલાઓની સીઝેરિયન બાદ કથિત રીતે કિડની ફેલ થતાં 2 મહિલાઓના મોત થવાથી હાહાકાર મચી ગયો છે. જૂનાગઢમા આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલમા પ્રસુતિની સારવાર દરમિયાન 5 મહિલાઓની કિડની ફેલ થવાનો બનાવ સામે આવ્યો અને જેમાં 2 મહિલાના મોત થવાથી હાહાકાર મચી ગયો છે .
જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પાંચ મહિલાઓની પ્રસૂતિ સીઝેરિયન થકી કરવામાં આવી હતી. જે બાદ મહિલાઓની કિડની ફેલ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પ્રસૂતિ માટે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં દાખલ થયા હતા અને ડોકટરે સિઝરિયન ઓપરેશનથી પ્રસૂતિ પણ કરાવી હતી પરંતુ રાત્રે જ દર્દીઓની હાલત બગડતા ડોકટરને બોલાવ્યા હતા પણ ડોક્ટર આવ્યા ન હતા. દર્દીઓનું યુરીન બ્લોક થયું અને બ્લિડિંગ સખત થતાં બીજા દિવસે ડોકટરે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી.
પરિવારે ડોકટર સાથે વાત કરી ત્યારે ડોકટરે સ્વીકાર્યું હતું કે, ભૂલથી બાટલામાં ટોકસિન નામનો ઝેરી પદાર્થ અપાયો છે જેનાથી કિડની પર અસર થઈ ગઈ છે. અન્ય હોસ્પિટલમાં પણ દસ થી પંદર દિવસ આઈસીયુમાં દાખલ કરેલ પરંતુ કોઈ ફેર પડેલ નહિ આખરે તબિયત બગડતા અમદાવાદ લઇ જવામાં આવ્યા જ્યાં ડોકટરે બન્ને કિડની ફેલ થઈ હોવાનું જણાવ્યું હતું. હાલ આ મહિલાઓ પાંચ માસથી ડાયાલિસિસ પર જીવન વિતાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ જુનાગઢની આ હોસ્પિટલમાં ગત ઓગસ્ટ- સપ્ટેમ્બર માસમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પાંચથી વધુ પ્રસૂતાને સિઝેરિયન કરવામાં આવ્યા હતા. જેમાં ગણતરીના કલાકો બાદ તેઓની કિડની ફેલ થઈ જવાની ઘટના સામે આવી છે. મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને ન્યાય આપવા માટે મૃતકોના પરિજનો માંગણી કરી રહ્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુને ભેંટનાર મહિલાઓમાં હિરલ આકાશ મિયાત્રા અને હર્શિતાબેન બાલસનો સમાવેશ થાય છે જયારે માળિયાની હસીના લાખા, મેંદરડાની તૃપ્તિ કાચા અને સુમૈયા કચરા નામની મહિલાને કિડનીમાં ઇન્ફેક્શન થતાં હાલ ડાયાલીસીસી પર છે.
બેદરકારીથી મોત થયાનું હોસ્પિટલ તંત્રે સ્વીકાર્યું
હેલ્થપ્લસ હોસ્પિટલના મેનેજર સોિંહલ સમાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બનાવ 4 મહિના પહેલા બનેલો છે.ગત વર્ષે જન્માષ્ટમી દરમિયાન આર.એલ બાટલાનો ઉપયોગ કર્યો હતો. આર.એલ. બાટલામાં ટોકસિન ઝેરી પદાર્થ ટોકસીન નાખવાથી ઈનફેકશન લાગ્યું હતુ.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ અપાયા
આ મામલે જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. જેમાં જણાવાયું હતું કે સમગ્ર મામલે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલની બેદરકારી હતી કે પછી અન્ય કોઈ કારણ તે મામલે હાલ ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.
બાટલામાં ટોક્સીન નામનો પદાર્થ અપાતા મોત નીપજ્યાનો અહેવાલ
પરિવારે ડોકટર સાથે વાત કરી ત્યારે ડોકટરે સ્વીકાર્યું હતું કે, ભૂલથી બાટલામાં ટોકસિન નામનો ઝેરી પદાર્થ અપાયો છે જેનાથી કિડની પર અસર થઈ ગઈ છે. અન્ય હોસ્પિટલમાં પણ દસ થી પંદર દિવસ આઈસીયુમાં દાખલ કરેલ પરંતુ કોઈ ફેર પડેલ નહિ આખરે તબિયત બગડતા અમદાવાદ લઇ જવામાં આવ્યા જ્યાં ડોકટરે બન્ને કિડની ફેલ થઈ હોવાનું જણાવ્યું હતું. હાલ આ મહિલાઓ પાંચ માસથી ડાયાલિસિસ પર જીવન વિતાવી રહ્યા છે.