વધુ ૫૦૦ એન્જીનિયરીંગ કોલેજોનું પરિક્ષણ શરૂ ૩૦ ટકાથી ઓછુ એન્રોલમેન્ટ ધરાવતી કોલેજો જડબેસલાક બંધ કરાશે
વર્ષ ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક સત્રમાં ૩૦૦થી વધુ ખાનગી એન્જીનિયરીંગ કોલેજો બંધ થઈ શકે છે. જેમાં પાંચ વર્ષથી નવા એડમિશન ન લેનાર તેમજ ૩૦ ટકાથી ઓછુ એન્રોલ્મેન્ટ ધરાવતી કોલેજોનો સમાવેશ કરવામાં આવશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વધુ ૫૦૦ એન્જીનિયરીંગ કોલેજોની સીટો ન ભરવા બદલ તપાસ કરાઈ રહી છે.
ઈન્ડિયા કાઉન્સીલ ટેકનીકલ એજયુકેશન ક્ષેત્ર બદલાવનારી કોલેજોને તાકીદ કરી છે. જો કોલેજો સાયન્સ કોલેજોમાં પરિવર્તીત થઈ રહી છે તેના પર સરકારે એલર્ટ આલાર્મ જાહેર કર્યો છે. ભારતમાં કુલ ૩ હજાર એન્જીનિયરીંગ કોલેજો અન્ય કોર્સ પણ કરાવે છે. જેની ક્ષમતા ૧૩.૫૬ લાખની છે. તેમાંની ૮૦૦ એન્જીનિયરીંગ કોલેજો ૫૦ ટકાથી ઓછુ એન્રોલમેન્ટ ધરાવે છે.
સુત્રોના આધારે એન્જીનિયરીંગ કોલેજોના નામે ચાલતી ૩૦૦ સંસ્થાઓને ૨૦ ટકાથી પણ ઓછા એન્રોલ્મેન્ટને કારણે તેને તાળા લાગી જશે. એઆઈસીટીઈના ચેરમેને જણાવ્યું હતું કે, આ કાઉન્સિલ ૩૦ ટકાથી પણ ઓછું એન્રોલમેન્ટ ધરાવતી સંસ્થાઓ માટે હતું એન્જીનિયરીંગ જેવી ડિગ્રી માટે વિદ્યાર્થીઓને એડમિશન અપાતા નથી તેમને મુશ્કેલી વેઠવી પડે છે અને ખાનગી સંસ્થાઓ એન્જીનિયરીંગ કોલેજોના નામે તિડકમ ચલાવે છે.