વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ પીએમ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ વડાપ્રધાને દેશના એક કરોડ લોકોને રૂફટોપ સોલાર પેનલ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ યોજના હેઠળ દેશના લોકોને વારંવારના વીજળી બીલ અને વીજ કાપની સમસ્યાથી છૂટકારો મળશે. જેનાથી એકંદરે લોકોને આર્થિક ફાયદો પણ થશે. તો આવો જાણીએ આ યોજના વિશે અને તેના માટે કઈ રીતે એપ્લાય કરવું તે બાબતે.

મોદી જી 3

પીએમ સૂર્યોદય રૂફટોપ સોલર – હવે દેશભરમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે.આ સોલાર પેનલ રૂફટોપ સિસ્ટમ દ્વારા લગાવવામાં આવશે એટલે કે ઘરનું વીજળીનું બિલ ઓછું થશે અને પાવર ફેલ થવાના કિસ્સામાં એટલે કે ઈમરજન્સી સમયે પણ સૌર ઉર્જાથી વીજ સપ્લાય યથાવત રહેશે. આથી હવે સૌર ઉર્જા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી ઘરેલું વીજ બિલ અને વીજ પુરવઠાની સમસ્યા દૂર થશે.

રૂફટોપ

પીએમ સૂર્યોદય યોજના હેઠળ સોલાર લગાવવા એપ્લાય કરતાં પહેલાં કોઈપણ વ્યક્તિ ઘરે બેસીને સોલાર પેનલ લગાવવાના ખર્ચની ગણતરી કરી શકે છે. એટલે કે, તમે અગાઉથી તપાસ કરી શકો છો કે સોલાર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ કરવો પડશે અને પછી ઘરેલું વીજળી બીલમાં કેટલી રાહત મળશે. તમારે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પીએમ સૂર્યોદય યોજના હેઠળ તમારા ઘરની છત પર સોલાર રૂફટોપ પેનલ લગાવતા પહેલાં સત્તાવાર પોર્ટલના હોમ પેજ પર કેલ્ક્યુલેટર વિકલ્પ પર ક્લિક કરીને તમામ વિગતો ભરીને તમને કેટલો ખર્ચ પડશે તે ચેક કરો અને પછી આ યોજના માટે અરજી કરો. વીજળીનો ખર્ચ જે પહેલા આવતો હતો તેમાં શું રાહત મળશે? તમે જાતે જ ઓનલાઈન જાણી જશો કે તમને કેટલો ખર્ચ પડશે અને કેટલી રાહત થશે ત્યારબાદ આ યોજના હેઠળ અરજી કરીને તમે તમારા ઘરની છત પર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો, સત્તાવાર પોર્ટલની લિંક નીચે આપેલ છેપીએમ 2

પીએમ સૂર્યોદય યોજના હેઠળ સરકાર દ્વારા રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સબસિડી આપવામાં આવશે, ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ઘટશે અને સોલાર એનર્જીથી વીજ ઉત્પાદન થશે. તમારે ફક્ત એકવાર ખર્ચ કરવો પડશે અને ભવિષ્ય અજવાળામાં વિતશે. આ યોજનાથી વીજળી બીલના ખર્ચમાં ઘટાડો થશે. PM સૂર્યોદય યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને એપ્લિકેશન પ્રક્રિયા આ રીતે કરવાની રહેશે.

પીએમ સૂર્યોદય યોજના માટે કેન્દ્ર સરકારના અધિકૃત પોર્ટલ પર જાઓ, જેની લિંક https://solarrooftop.gov.in/ છે. અહીં તમને સોલર રૂફટોપ યોજના માટે અરજી કરવાનો વિકલ્પ મળશે. આ ઉપરાંત સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરતાં પહેલાં કેટલો ખર્ચ થશે તે પણ અહીંથી જાણી શકાય છે. સરકાર સોલાર પેનલ લગાવવા પર જ સબસિડી આપે છે માટે જે લોકો એપ્લાય કરશે તેમને ત્યાં સોલાર પેનલ લાગ્યા બાદ સબસિડી મળશે. જેથી હવે આગળ અરજી વિકલ્પ પર ક્લિક કરો અને સમગ્ર માહિતીને વિગતવાર ભરો.

મોદી 1

યાદ રાખો કે હંમેશા ઘરની છતની માપણી કરીને ફોર્મ ભરો, ઘરની છતના ક્ષેત્રફળ મુજબ સોલાર પેનલ લગાવો. આમ કરવા માટે ફોર્મમાં મૂળભૂત માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો. ફોર્મ સબમિટ કર્યા પછી તમારા ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. આ માટેનો ખર્ચ લાભાર્થી પાસેથી વસૂલવામાં આવશે અને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. એકવાર રુફટોપ સોલાર પેનલ લાગી એટલે લાભાર્થીને દર મહિના આવતા વીજળીના બીલમાં મોટી રાહત મળશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.