સુરત સમાચાર
-
22 વર્ષ પરિણતાએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
-
આપઘાત કરવાનું કારણ અકબંધ
-
પરિવારએ ન્યાયની માંગ કરી
સુરતના અડાજણની 22 વર્ષની પરિણતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યાની ઘટના સામે આવી છે . નેહાબેન હરેશ રોહિત નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે પરંતુ તેનું કારણ અકબંધ છે . પતિ નોકરી ગયા હતા ત્યારે 4 વર્ષની દીકરી સામે જ આપઘાત કર્યો હતો . અડાજણ પોલીસએ આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .
સાસરિયા પક્ષ સતત ત્રાસ આપતા હોવાનો મૃતક દીકરીના પિતાએ આરોપ લગાડ્યો છે . બે દિવસ અગાવ મૃતક દીકરીએ પોતાની માતાને વાત કહી કહી હતી . સાસુ અને તેમનો દિયર કામ બાબતે ત્રાસ આપતો હોવાની વાત સામે આવી છે . તેથી જ આ પગલું ભર્યાનો આરોપ પિતાએ લગાવ્યો છે .પરિવારએ પોતાની દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી છે .