તા. ૩૦.૧.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦,  પોષ વદ ચોથ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર, અતિ. યોગ, કૌલવ    કરણ આજે    જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો,  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

કર્ક (ડ,હ)  : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહ (મ,ટ) :  બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

–જે વ્યક્તિ સતત સક્રિય રહે તેનો મંગળ સારો થાય

જ્યોતિષશાસ્ત્રમાં સૌથી વધુ ભય મંગળ મહારાજનો જોવા મળે છે પરંતુ હકીકતમાં એ સત્ય નથી. મંગળનો સ્વભાવ ગુસ્સાવાળો છે કેમ કે તેનો જન્મજ યુદ્ધ દરમિયાન થયો છે. શિવજી જયારે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે તેમના પ્રસ્વેદના ધરતી સાથેના મિલનથી મંગળની ઉત્પત્તિ ગણાય છે! અને તેથી જ મંગળને યુદ્ધના બધા દાવપેચ આવડે છે જે તેમને સેનાપતિ બનાવે છે! ભૂમિપુત્ર મંગળને નિરાંતે બેસવું ગમતું નથી માટે ઘરની રાશિ કર્કમાં તે નીચસ્થ બને છે, ગળથુથીમાં યુદ્ધ અને કર્મની પ્રધાનતા વાળા મંગળ મહારાજ જયારે જન્મકુંડળીમાં સક્રિય હોય ત્યારે જાતકને ઉર્જાવાન બનાવે છે! મંગળની કથાની એક વાત જે બધા ચુકી જાય છે તે આજે કરવી છે કે મંગળનો જન્મ શિવના પ્રસ્વેદમાં થી થયો હતો માટે મંગળ જ્યાં સુધી જાતક પરસેવે રેબઝેબ ના થઇ જાય ત્યાં સુધી પરિણામ આપતો નથી. મંગળને રાજી કરવા માટે શરીર ને થકવી નાખવું પડે કેમ કે મંગળ શરીર છે અને મંગળને પરસેવે રેબઝેબ શરીર ગમે છે વળી મંગળને સતત દોડધામ કરવી અને સક્રિય રહેવું ગમે છે માટે જે વ્યક્તિ સતત સક્રિય રહે તેનો મંગળ સારો થાય અને મંગળનો મુખ્ય ઉપાય પણ એ છે કે તમે તમારા શરીરને યોગ્ય કામમાં પરોવી થકવી નાખો. મોટા ભાગે વિવાહ બાબતે મંગળની તકલીફ હોય ત્યારે હું જાતકને સક્રિય રહેવાનું અને યોગ્ય માત્રા માં કસરત કરવાનું સૂચન કરું છું જેનાથી મંગળ બળ પામે છે !!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.