- રણજી ટ્રોફી 2023-2024
- પ્રથમ ઇન્નિંગમાં સૌરાષ્ટ્રએ 4 વિકેટ ગુમાવી 267 રન બનાવ્યા : વિશ્વરાજ જાડેજા 88 રન બનાવ્યા
- સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી તો બીજી તરફ પાર્થ ભુતે બે વિકેટ અને જયદેવ અનગઢ અને અંકુર પવારે એક એક વિકેટ મેળવી હતી
રણજી ટ્રોફીમાં સર્વિસ અને સૌરાષ્ટ્ર વચ્ચે દિલ્હી ખાતે મેચ રમાઈ રહ્યો છે. જેમાં સર્વિસ એ પ્રથમ ઈનિંગમાં 536 રન બનાવી સાત વિકેટે પોતાનો દાવ ડિકલેર કરી દીધો હતો જેમાં એલ.એસ કુમારે 161 રન, રોહિલાએ 153 રન અને અર્જુન શર્માએ 101 રન નોંધાવ્યા હતા જેમાં સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી તો બીજી તરફ પાર્થ ભુતે બે વિકેટ અને જયદેવ અનગઢ અને અંકુર પવારે એક એક વિકેટ મેળવી હતી.
સર્વિસની ટીમ ડિકલેર થયા બાદ સૌરાષ્ટ્ર બેટિંગ કરવા મેદાને ઉતાર્યું હતું અને હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્રની ટીમે ચાર વિકેટ ગુમાવી 267 બનાવી લીધા છે જેમાં સતત બીજા મેચમાં કેવિન જીવરાજાની એ અડધી સદી ફટકારી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું અને પોતાની પ્રતિભા પણ પ્રદર્શિત કરી હતી? તો બીજી તરફ સૌરાષ્ટ્ર ટીમ તરફથી વિશ્વરાજ જાડેજા સર્વાધિક અઠ્યાસી રંગનું યોગદાન આપ્યું હતું જ્યારે હાલ મેદાન ઉપર ચિરાગ જાની અને અર્પિત વસાવડા બેટિંગ કરી રહ્યા છે. તેમ તરફથી અત્યારે બેલેન્સ રમત રમવામાં કેવિન જીવરાજાની નું નામ મોખરે આવે છે ત્યારે ટીમ પણ એ જ ઈચ્છે છે કે કેવી તરફથી વધુ રનનું યોગદાન મળે ત્યારે સૌરાષ્ટ્રની ટીમ હાલ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે હાલની સ્થિતિ મુજબ આ રણજી મેચ ડ્રો તરફ આગળ વધે તો નવાઈ નહીં.