વાર્ષિક આવક પ્રમાણે ખરીદદારોને લોન અપાશે
સરકારે સર્વાગી વિકાસ માટે આવાસ યોજના શરુ કરી છે. જેમાં સરકાર શહેરી વિસ્તારની આવાસ યોજના માટે ખરીદનારોના વ્યાજ સબસીડી માટે મર્યાદા વધારશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ડેવલોપમેન્ટ વિસ્તારો સહીત ગ્રામ્ય તેમજ ઉઘોગ વિસ્તારોમાં પણ આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત દરિયાઇ ક્ષેત્ર તરફના વિસ્તારમાં પણ આવક મર્યાદા નકકી કરાયેલા પ્રમાણે લાગુ પડશે. વ્યાજમાં માત્ર એવા જ લોકોને સબસીડી આપવામાં આવશે જે શહેરી વિસ્તારમાં પહેલું ઘર ખરીદી રહ્યા હોય.
કારણ કે આ યોજનાથી વધુમાં વધુ લોકોને લાભ મળે માટે આવાસ યોજના શરુ કરાઇ છે. જેના શરુ કામને ચોકકાઇ પૂર્વક કરવાના સતત પ્રયત્નો ચાલુ છે. પરંતુ આવાસ યોજનામાં જોડાવવા ઇચ્છુકોએ દરેક પ્રકારની પરવાનગી મેળવવી પડશે. જુલાઇથી જ અધિકારીઓએ નોઇડામાં વિકાસ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. આ આવાસ યોજનામાં નગરો પણ આવરી લેવાયા છે.
આ માટેની તેમની પગાર મર્યાદા પ્રમાણે જ આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬ લાખ અને ૧ર લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને વ્યાજની સબસીડીના ૪ ટકા લેખે રૂ ૯ લાખની લોન આપવામાં આવશે. આ રીતે ૧ર લાખ થી લઇને ૧૮ લાખ વાર્ષિક આવક ધારકોને ૩ ટકા વ્યાજ સબસીડી લેખે રૂ ૧ર લાખની લોન આપવામાં આવશે.