નોટબંધી અને જીએસટી મુદ્દે ખોટાં અર્થઘટનો કરાવી વિરોધીઓએ મોદીની ઈમેજ ખરેડવા પ્રયાસ કર્યો પણ બાબુ યે તો પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ…
કેન્દ્રની સંવેદનશીલ સરકાર જનતાની સુવિધા માટે ૨૪ કલાક કાર્યરત છે એ સાબિત કર્યું નરેન્દ્ર મોદીએ
ગત વર્ષે કેન્દ્ર સરકારે લાદેલી નોટબંધી અને ચાલુ વર્ષે જીએસટીની અમલવારી બાદ લોકોએ પુરતી જાગૃતિ અને ખોટા અર્થઘટનને કારણે નારાજગી વ્યકત કરી હતી તો રાજકીય વિરોધીઓએ મોદી સરકારને પાડી દેવા કાગારોળ મચાવી હતી. વાસ્તવમાં નોટબંધી અને જીએસટીને કારણે દેશને લાંબા ગાળાનો બહુ મોટો લાભ મળ્યો છે એ વાત હવે લોકોના ધ્યાન પર આવવા લાગી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમના મંત્રી મંડળની પ્રશંસા થવા લાગી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતની જનતા એ વાત બરાબર સમજી ગઈ છે કે દિર્ઘદ્રષ્ટા નરેન્દ્ર મોદીએ લીધેલા પગલા જનતા માટે હિતકારી છે.
ગત નવેમ્બર ૨૦૧૬માં કેન્દ્ર સરકારે અચાનક જ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાની ઘોષણા કરી અને તેના વિકલ્પ તરીકે ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટો ચલણમાં આવી. જેને કારણે થોડા દિવસ જનતાને પરેશાન થવું પડયું હતું. લોકો માટે અચાનક અને નવો જ અનુભવ હોય થોડી નારાજગી પણ ફેલાઈ હતી પરંતુ જેમ-જેમ દિવસો વિતતા ગયા તેમ-તેમ લોકો સમજતા ગયા કે કોઈપણ લાભકારી યોજના શરૂઆતમાં ફાલતુ લાગતી હોય છે, થોડી હેરાનગતિ પણ થતી હોય છે પરંતુ થોડા સમય પછી એના સીધા જ ફળ ખાવા મળતા હોય છે.
નરેન્દ્ર મોદીના મનમાં એ સ્પષ્ટ વિચાર હતો કે નોટબંધી કરવાથી નાણાના સંગ્રહખોરો ખુલ્લા પડી જશે અને કાળુનાણુ નજર સમક્ષ આવી જશે. મોટી નોટો બંધ થતા કાળા ધનકુબેરો હાફળા ફાફળા થઈ ગયા અને કરોડો રૂપિયાના કાળાનાણાની કબુલાત કરી જેનો લાભ અર્થતંત્રને થયો. લોકોએ જે હેરાનગતી ભોગવી એનું વળતર ભારતના અર્થતંત્રને જુદી રીતે થયું કેમ કે કાળુનાણુ સરકારની નજરમાં આવી ગયું.
આવી જ રીતે જીએસટીની વાત લઈએ તો સરકારે વન નેશન વન ટેકસની યોજના અમલી બનાવી ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ એટલે કે જીએસટીની અમલવારી શ‚ કરાવી. સ્વાભાવીક રીતે જ કોઈપણ નવી ટેકનોલોજી કે યોજના આવે ત્યારે સમજના અભાવે એનુ રીએકશન આવતું હોય છે. જીએસટી બાબતે પણ આવું જ રીએકશન આવ્યું. વેપારી વર્ગ બેબાકળો થયો ચોપડા ચિતરવા બાબતે પણ થોડી ગડમથલ ચાલી અને કેટલાક લોકોએ એવી વાત વહેતી કરી કે જીએસટીને કારણે મોંઘવારી વધી જવાની છે અથવા તો વધી ગઈ છે કેમ કે ૨૮ ટકા ટેકસ દરેક જણસ અને સેવા પર લાગ્યો છે.
હકિકત એ છે કે આ વાત સાવ ખોટી છે. કેન્દ્રના નાણા મંત્રાલયે જીએસટીની વ્યવસ્થા એવી રીતે કરી કે ગરીબો અને મધ્યમ વર્ગ માટે ઉપયોગી ચીજ-વસ્તુઓ પર ઓછામાં ઓછો ટેકસ લાગે અને સાવકારોના મોજ-શોખના સાધનો પર મહતમ કર લાગે. કેટલાક લોકોએ ખોટી વાતો ફેલાવીને વેપારીઓ તેમજ દેશની ભોળી જનતાને બહેકાવીને નરેન્દ્ર મોદી સરકારને બદનામ કરવાના હિન પ્રયાસ કર્યા. જોકે આ પ્રયાસો સફળ થયા નહીં. આજે લોકો બરાબર સમજી ગયા છે કે જીએસટીને કારણે કેટલીક વસ્તુઓના ભાવ ઘટયા છે.
કેન્દ્રના નાણામંત્રી અ‚ણ જેટલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુચનાથી થોડા દિવસ પહેલા જ જીએસટીના માળખામાં જ‚રી ફેરફાર પણ કર્યો. ખરેખર જે વસ્તુના ભાવ ઘટાડવા યોગ્ય હતા તેના પર જીએસટી ઓછો કરીને સરકારે સંવેદના વ્યકત કરી છે. છેલ્લા એક મહિનામાં અસંખ્ય વસ્તુઓના ભાવ ઘટી ગયા છે. આજે સ્થિતિ એ છે કે અનેક વસ્તુ સસ્તી થઈ છે એટલે જીએસટી આમ જનતા માટે નુકસાનકર્તા નહીં પરંતુ લાભદાયી સાબિત થયો છે. હવે આ વાત લોકોને સમજાય છે.
નરેન્દ્ર મોદી સરકારની કેટલીક ગતિવિધિઓને કારણે અર્થતંત્રની ગાડી હવે બરાબર પાટા પર દોડવા લાગી છે. નોટબંધી અને જીએસટીના ફટકા પછી થોડી ડગમગી ગયેલી અર્થતંત્રની રેલગાડી ચાલુ કવાર્ટરમાં પાટા પર ચડીને દોડવા લાગી છે. ગત જુલાઈથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરમાં જીડીપી ૫.૭ ટકાથી વધીને ૬.૩ ટકા સુધી પહોંચી ગયો છે. આખા દેશમાં સરખા ટેકસની અમલવારીને કારણે અગાઉ એવી દહેશત વ્યકત કરાઈ હતી કે વૃદ્ધિનો દર મંદ પડી જશે જોકે જીએસટીમાં પ્રોત્સાહનના પરિણામે આ દર વધી ગયો છે.
સરકારે જાહેર કરેલા આંકડા ચકાસીએ તો બીજા કવાર્ટરમાં મેન્યુફેકચરીંગ, વિજળી, ગેસ, પાણી પુરવઠો, વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન ક્ષેત્રમાં ૬ ટકાથી વધુ વિકાસ નોંધાયો છે. અલબત ફોરેસ્ટરી અને ફિશરીઝ ક્ષેત્રનો વિકાસ ૧.૭ ટકા રહ્યો છે. ૨૦૧૭-૧૮માં સરકાર નાણાકીય ખાદ્ય જીડીપીના ૩.૨ ટકા લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગયા વર્ષે પણ સરકારે નાણાકીય ખાદ્ય જીડીપીના ૩.૫ ટકા રાખવાનો લક્ષ્યાંક નકકી કર્યો હતો જેમાં સફળતા મળી છે.
બીજીબાજુ એક દેશ, એક ટેકસ તરફ સરકાર આગળ વધી રહી છે. જીએસટીની આવક વધ્યા બાદ ૧૨ અને ૧૮ ટકાનો સ્લેબ મર્જ કરી દેવાની વાત નાણાપ્રધાન અરૂણ જેટલીએ કરી છે. ૧ જુલાઈથી અમલમાં આવેલા જીએસટીમાં હાલ ૪ સ્લેબ છે જે ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા. જેમાં ધરખમ સુધારા આવ્યા છે અને હજુ આવવાના છે.
જેટલીએ કહ્યું કે, ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરતી વખતે ૧૨ ટકામાં આવતી કેટલીક વસ્તુઓને ૫ ટકામાં લઈ જવામાં આવશે. જેટલીના આ નિવેદનથી જણાઈ છે કે અસંખ્ય જીવનજ‚રી વસ્તુઓ સસ્તી થવાની છે. એકંદરે હવે ૪ સ્ટેપને બદલે ઓછા સ્લેબની ટેકસ સિસ્ટમની સંભાવના જોવામળી રહી છે.
આમ લોકોનું હિત જેને હૈયે છે એવા નરેન્દ્ર મોદી અને તેમની કેન્દ્ર સરકાર જનતાનું સતત હિત કરી રહી છે એ વાત જનતાને હવે બરાબર સમજાય ગઈ છે એટલે વિરોધીઓની ગમે તેટલી કોશીષ છતાં તેમની કારી નહીં ફાવે એ નકકી છે.