માર્કેટમાં ભારે વોલેટાલીટી જોવા મળી રહી છે. સવારે રેડ ઝોનમાં 400 પોઇન્ટ નીચે ગયેલું માર્કેટ થોડી જ વારમાં ગ્રીન ઝોનમાં પરત ફરી 500 પોઇન્ટ ઊંચકાઈ ગયું હતું.આમ આજે કલાકોમાં જ સેન્સેકસમાં 900 પોઇન્ટની મુવમેન્ટ થઈ છે. જ્યારે નિફટીમાં પણ 271 પોઇન્ટની મુવમેન્ટ થઈ છે.
સવારે રેડ ઝોનમાં 400 પોઇન્ટ નીચે ગયેલું માર્કેટ થોડી જ વારમાં ગ્રીન ઝોનમાં પરત ફરી 500 પોઇન્ટ ઊંચકાઈ ગયું : નિફટીમાં પણ 271 પોઇન્ટની મુવમેન્ટ થઈ
બીજી તરફ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા વિદેશી રોકાણકારો માટે આગામી તા. ૧ ફેબ્રુઆરીથી આકરા બેનિફિશયરી ધોરણો અમલી બનાવવાની તૈયારીના અહેવાલો સહિત અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણના કારણે ગઈકાલે બીએસઈ સેન્સેક્સમાં ૧૦૫૩ જ્યારે એનએસઈ નિફટીમાં ૩૩૩ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
વિદેશી રોકાણકારો માટે અમલી બનનાર નવા નિયમોના અહેવાલ પાછળ બજારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તો બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રર્વતતી વોલેટીલારી તેમજ યુએસ બોન્ડની ચીલ્ડ ઊંચીરહેવાના અહેવાલો પણ પ્રતિકૂળ પૂરવાર થયા હતા. આ ઉપરાંત પરિણામોની જાહેરાત બાદ એચડીએફસી બેંકમાં વેચવાલીનું દબાણ જારી રહેતા આજે સ્ટેટ બેંક, એક્સિસ બેંક અને ઈન્ડુસઇન્ડ બેંકમાં પણ ઝડપી પીછેહઠ જોવા મળી હતી.
ગઈકાલે શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મજબૂત ટોને થયા બાદ સેન્સેક્સ ઈન્ટ્રાડે ૬૧૫ પોઈન્ટ વધી ૭૨૦૩૯ અને નિફ્ટી પણ ઈન્ટ્રાડે ૧૭૮ પોઈન્ટ ઉછળી ૨૧૭૫૦ પહોંચ્યો હતો. આ ઊંચા મથાળે બજારમાં તેજીને બ્રેક વાગી હતી અને પ્રતિકૂળ અહેવાલો પાછળ ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા પ્રારંભિક તેજી ભુંસાવા સાથે ઝડપી પીછેહઠ નોંધાઈ હતી.
વિદેશી રોકાણકારોની સાથે ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા સેન્સેકસ ઝડપથી તુટીને પાછો ફર્યો હવે અને કામકાજના અંતે ૧૦૫૩.૧૦ પોઈન્ટ તુટીને ૭૦૩૭૦.૫૫ની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૩૩ પોઈન્ટ તુટીને ૨૧૨૩૮.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો. પ્રારંભિક તેજી બાદ વધ્યા મથાળેથી સેન્સેક્સ ૧૬૬૮ અને નિફટી ૫૧૧ પોઈન્ટ તુટયો હતો.
ગઈકાલે વિવિધ ક્ષેત્રના શેરોમાં પીછેહઠ થવા સાથે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ મોટાપાયે ગાબડા નોંધાયા હતા. જેના પગલે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧૨૪૫ અને મિડકેપ ઈન્ડેક્સમાં ૧૧૩૩ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે ટ્રેડિંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ૩૦૪૯ નેગેટીવ બંધ રહી હતી.
આજે બુધવારે શેરબજારમાં કારોબારની નીરસ શરૂઆત જોવા મળી હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા જોકે ગણતરીના સમયમાં તેજી પરત ફરી હતી. વૈશ્વિક બજારમાંથી સ્થિર સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન માર્કેટમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે. પરિણામોની સીઝન વચ્ચે યુએસ માર્કેટ સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સમાં લગભગ 96 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.