જ્યારે આખો દેશ અયોધ્યામાં રામ મંદિરના સ્વાગતની તૈયારી કરી રહ્યો છે ત્યારે, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ ગુરુ, રામ મંદિર સંસ્કૃતિને પુન:પ્રાપ્ત કરવાનું એક ચિન્હ હોવા વિષે વાત કરે છે. રામ અને રામાયણ ભારતીય જીવનશૈલીનો એટલો મોટો ભાગ રહ્યા છે કે આ લગભગ દેશની ખંડિત થયેલી ભાવનાના પુનરૂત્થાન જેવું છે. તેઓએ જણાવ્યું.
દેશના તમામ આગેવાનો અને નાગરિકોએ ન્યાય, સ્થિર અને સમૃદ્વ ભારતના નિર્માણ માટે અનુષ્ઠાન કરે તેવું આહવાન કરતા સદ્ગુરૂ જગ્ગી: કોઇમ્તુર ઇશા કેન્દ્ર 3000 દિવડાથી ઝગમગી ઉઠ્યું
“રામનું આખું જીવન – તેમના રાજ્ય અને પત્નીને ગુમાવવાથી લઈને પછીના કષ્ટો સુધી, જ્યારે તેઓ ફરીથી તેમની પત્નીનો ત્યાગ કરે છે, અને પોતાના બાળકોને લગભગ મારી જ નાખે છે – તેને બસ ઘટનાઓ તરીકે જોઈએ તો એક લાંબી હોનારત તરીકે જોઈ શકાય. અને છતાં, તેમની આ બધી વસ્તુઓમાંથી પસાર થતી વખતે સમતા જાળવી રાખવાની ક્ષમતા તેમને આજે પણ અસાધારણ બનાવે છે. સદ્ ગુરુએ ઉમેર્યું.
આજના સમયમાં રામના સુસંગત હોવા વિષે તેઓ જણાવે છે, લોકો રામની પૂજા તેમના જીવનમાં તેમને મળેલી સફળતા માટે નહિ, પણ તેઓએ સૌથી અઘરી ક્ષણોને જે શાલીનતા સાથે સંભાળી તેના માટે કરે છે.
લોકોની મક્કમતાની પ્રશંસા કરતા સદ્ ગુરુએ કહ્યું, લોકો રામ મંદિર માટે 500 કરતા વધુ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, તેથી દેશમાં ખુબ જ ઉત્સાહ છે. આખું અભિયાન દેશના સામાન્ય લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. લોકોની મક્કમતા, ભાવના અને ધીરજ જુઓ.સદ્ ગુરુને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ અગાઉથી ફિક્સ થયેલા કાર્યક્રમોને કારણે તેઓ સમારંભમાં ભાગ લઇ શક્યા ન હતા.
પ્રધાનમંત્રી મોદીના રામના 11-દિવસીય અનુષ્ઠાનના નિર્ણયથી પ્રભાવિત થઈને સદ્ ગુરુએ કહ્યું, આ મહાન સંસ્કૃતિ ભારતના ચૂંટાયેલા આગેવાન નરેન્દ્ર મોદી – રામ કે જેમને એક ન્યાયી અને સ્થિર આગેવાનના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે – તેમનું અનુષ્ઠાન કરી રહ્યા છે તે જોવું હૃદયસ્પર્શી છે. બસ એક જ આગેવાન નહિ, પણ ભારતના બધા જ આગેવાનો અને નાગરિકોએ એક ન્યાયી, સ્થિર અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે અનુષ્ઠાન કરવું જોઈએ. આ છે રામ રાજ્ય.
રામ રાજ્ય વિશ્વનું ભવિષ્ય છે
ભારતમાં રામ રાજ્યની જરૂર વિષે જણાવતા, સદ્ ગુરુ કહે છે કે રામ એક શ્રેષ્ઠ રાજા ગણાતા હોવાથી ભગવાનની મહત્તા સુધી પહોંચ્યા. રામનું સંચાલન સૌથી વધુ કરૂણા વાળું અને સૌથી વધુ ન્યાયી હતું. અને ઘણી રીતે જોતા, રામનો સમય આ 6,000 વર્ષોમાં આ સંસ્કૃતિને બનાવવા માટેનો આધાર બન્યો. સૌથી સારું સંચાલન અને સૌથી ન્યાયી રાજ્ય એટલે રામ રાજ્ય. આજે પણ, જ્યારે આપણે રામ રાજ્ય એમ કહીએ તો આપણે એમ કહી રહ્યા છીએ કે એક ખૂબ ન્યાયી અને પ્રામાણિક રાજ્ય, કોઈ શોષણ કરે તેવું રાજ્ય નહિ, કોઈ જુલ્મી રાજ્ય નહિ, અને આપણે ભારતમાંથી તે જ બનાવવા માંગીએ છીએ. તે માટે, આપણે રામની જરૂર છે. સદ્ ગુરુએ અંતમાં જણાવ્યું.