ગુજરાત સમાચાર
રાજપીપળા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે 20 મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટની દલીલો ને ધ્યાનમાં રાખી જજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 1 લાખ રૂપિયા ના શરતી જામીન મંજુર કર્યા છે.કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતો મુકી છે કે તેઓ ટ્રાયલ પુરો ન થાય ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહિ.તેઓ નાસી કે ભાગી શકશે નહિ અને ટ્રાયલમાં પુરતો સાથ આપવો પડશે.ચૈતર વસાવાએ ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહિ.
ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા તથા ભરૂચ સિવાયના જે સરનામે રહેશે એ સરનામાની વિગતો અને મોબાઇલ નંબર ચૈતર વસાવાને રજૂ કરવાનાં રહેશે.ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ કોર્ટેની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ છોડવાની રહેશે નહિ.જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિનાની પેહલી તારીખે ચૈતર વસાવાએ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટસએપ કે અન્ય માધ્યમથી પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવવાની રહેશે.આવા કે અન્ય ગુના ચૈતર વસાવાએ ભવિષ્યમાં આચરવા નહિ. જો ચૈતર વસાવા ચાહશે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વેહલી ચલાવવા માટે અરજી કરી શકશે.જો ઉપરની કોઈ પણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામા આવશે.એ મુજબ ની શરતો એ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
પરંતુ જાણવા મળ્યા મુજબ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન તો મળ્યા પણ જેલમાંથી બહાર નહિ આવે તેમના પત્નિ શકુંતલાબેન વસાવાને મોરલ સપોર્ટ મળી રહે એ માટે ચૈતર વસાવા પણ પત્ની સાથે જેલમાં રહેશે,એમની પત્નીની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરી છે, પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશે.