સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે ઓછી જાણીતી વાત પર ભરતભાઇ પ્રકાશ પાડી રહ્યા છે

અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા સુધી જ સીમિત રહેવાને બદલે દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ છે તેવા સંજોગોમાં જેમના દાદાએ ભૂતકાળમાં રામ મંદિર બનીને જ રહેશે તેવું દ્રઢતાપૂર્વક જણાવેલ અને દેવભૂમિ દ્વારકાનાં સરોવરના પવિત્ર જળ જેમને સંતો સાથે રહી એકઠા કેટલા તેવા દ્વારકા ઓખાના સામાજિક, રાજકીય અને ધાર્મિક સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદના ટોચના આગેવાન સ્વ.મનસુખભાઈ બારાઈ પરિવારના મનસુખભાઈના પગલે પગલે તેમનો સામાજિક, ધાર્મિક વારસો સાંભળવા કદમ માંડનાર આલાપ ભરતભાઈ બારાઈ પરિવારમાં તો ખુશીનો માહોલ પરાકાષ્ઠા સાથે આ પાવન અવસરમાં પોતાના પરિવારને ભગવાન રામજી દ્વારા રામસેતુ બનાવવામાં એક પત્થર લાવનાર સહભાગી બનેલ તેવી ધન્યતા અનુભવી રહ્યા છે.અયોધ્યા રામમંદિર માટે વિશ્ર્વભર્મસ્થી જે પવિત્ર જળ એકઠુ કરવામાં આવેલ તેવા સમયે  મસ્તક ઓમાનથી સુર બીચમાંથી પવિત્ર જળ લાવવાની જવાબદારી વિશ્ર્વ હિન્દુ પરિષદ રાજકોટ વેસ્ટનાં યુવા અને તરવરિયા પ્રમુખ આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા લેવામાં આવવા સાથે તે જવાબદારી ખૂબ સુંદર રીતે નિભાવતા અયોધ્યા સુધી નોંધ લેવામાં આવેલ.

આ પવિત્ર જળ જુનાગઢ ખાતે યોજાયેલ વિશ્ર્વ હિન્દુ પરિષદની એક બેઠકમાં અપર્ણ કરાવવામાં આવેલ. જેમાં આલાપભાઈ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલિયા, એડવોકેટ નિતેશભાઈ કથિરિયા, ભરતભાઈ મોદી, વિનુભાઈ તિલવટ, હસિત ભડા પણ સાથે રહ્યા હતા. વાત અહીથી પૂરી થતી નથી અયોધ્યા  શ્રી રામ ભૂમિ તીર્થ ક્ષેત્ર ના જનરલ સેક્રેટરી ચંપતરાયજી એક વર્ષ અગાઉ રાજકોટ આવ્યા હતા ત્યારે સ્વ.મનસુખભાઈ બારાઈ પરિવારની નિષ્ઠા અને શ્રધ્ધા અંતર્ગત ખાસ તેમના નિવાસસ્થાનનું આતિથ્ય માણી સમગ્ર બારાઈ પરિવારને આશીર્વાદ આપ્યા હતાં. આમ હવે ભગવાન રામના મંદીરના દર્શનની તુરંત આતુરતા પૂર્ણ થનાર છે. તેવા સમયે આ સ્મૃતિ અવિસ્મરણીય બની રહી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.