હર ઘર મેં બસ એક હી નામ…જય જય શ્રીરામ…
શહેરમાં વિવિધ જગ્યાએ રંગોળી બનાવાઇ, શોભાયાત્રા સાથે સર્વત્ર વાતાવરણ ધર્મમય બન્યું
છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં પણ અયોધ્યાના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલ બનેલો છે.
છોટી કાશી નામ પડ્યું છે, તેવી દેવોની નગરી કે જેમાં અનેક દેવાયલો આવેલા છે, તેવી નગરીમાં અનેક દેવાલયોને રંગબેરંગી રોશની તેમજ ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યા છે. સાથ સાથ શહેરના અનેક ચોક, એપાર્ટમેન્ટ ના પાર્કિંગ તેમજ ધાર્મિક સ્થળ સહિતના વિસ્તાર વગેરેમાં ભગવાન શ્રીરામ તેમજ અયોધ્યા સ્થિત નિર્માણાધિન શ્રી રામમંદિર ની પ્રતિ કૃતિ સાથેની રંગોળી બનાવવામાં આવી છે, મોટા ભાગના ધાર્મિક સ્થળો, મંદિરો સહિતના વિસ્તારોમાં ઝળ હળતી રોશની કરાઈ છે, અને જય શ્રી રામ ના સૂત્ર લખેલા ભગવા ધ્વજ અનેક સ્થળે ફરકી રહ્યા છે, આજે છોટીકાશીની નગરી સંપૂર્ણપણે “રામમય” બનેલી જોવા મળે છે.
અયોધ્યા ખાતે આજે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેને લઈને જામનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક, સરદાર પાર્ક, યુવા પાર્ક,તેમજ અન્ય સોસાયટી માં દિવાળી જેવો માહોલ જામ્યો છે. પટેલ પાર્ક માં તમામ શેરી ગલીઓમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે. મહીલોઓ છેલ્લા બે દિવસથી રંગોળી બનાવી રહી છે. પટેલ યુવા ગૃપ દ્વારા ભગવાન શ્રી રામ નું સ્વાગત કરવા રોમાંચ યુક્ત વિશાળ અગ્નિ પ્રગટાવી શ્રી રામ નામ લખવાનો કાર્યક્રમ કર્યો હતો. અને જ્યાં જુઓ ત્યાં ભગવા લગાવવામાં આવ્યા છે. જામનગર વાસીઓ ભગવાન રામલ્લાને આવકારવા આતુર બન્યા છે. અને સર્વત્ર ધર્મમય વાતાવરણ બનેલું જોવા મળે છે.
ન્યુરોસર્જન ડો.રૂપારેલીયાની હોસ્પિટલમાં રંગોળી અને રામ પુજન કાર્યક્રમ યોજાયો
છોટીકાશીના નામથી પ્રચલીત એવા જામનગર શહેરમાં અનેક સ્થાનોપર અયોધ્યા મા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે, ત્યારે જામનગરના ગુરુદ્વારા ચોકડી પાસે આવેલી ડો. એ.ડી. રૂપારેલીયાની હોસ્પિટલમાં પણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આજે ભગવાન શ્રી રામની વિશેષ પૂજા કરવામાં આવી હતી, અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી સાથેનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, અને મહા આરતી કરાઈ હતી. સાથોસાથ અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ સ્વરૂપની રંગોળી બનાવાઈ હતી, જ્યારે હોસ્પિટલ પરિસરને પણ ફૂલોના હારથી શણગારવામાં આવ્યું છે.
ડો.એ.ડી.રૂપારેલીયાની હોસ્પિટલમાં ગઈકાલે પ્રાકૃતિક વસ્તુઓથી રામ મંદિર બનાવી ને રોશની થી ઝળહળિત કરાયું હતું, તેમ જ ભગવાન શ્રીરામની મહા આરતી કરવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફની તમામ બહેનો દ્વારા રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ પણ જાતે બનાવી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્ટાફના બહેનો દ્વારા અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિકૃતિ સમાન આકર્ષક રંગોળી પણ બનાવાઈ હતી, જયારે હોસ્પિટલ પરિસરને ફૂલોના હાર થી સજાવવામાં આવ્યું છે.