તાપમાન અપડેટ
રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. કચ્છ, સૌરાસ્ટ્ર, દીવ,દમણ,દાદરાનગર હવેલી સહિત આખા રાજ્યમાં 28મી જાન્યુઆરી એટલે રવિવાર સુધીમાં વાતાવરણ સૂકું રહેશે. વરસાદની કોઈ આગાહી નથી.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે આજે અમદાવાદનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
રાજ્યમાં 22 તારીખ સુધી મોટાભાગે હવામાન સૂકું રહેશે. આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી. જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકશાન થઈ શકે છે.
તો બીજીબાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આજે 22 જાન્યુઆરી દરમ્યાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે, આ અરસામાં દેશનાં ઉત્તરભાગમાંથી પર્વતીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોને કારણે સૌરાસ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. જેમાં જસદણ, ગોંડલ , સુરેન્દ્રનગર, ઉપલેટા,મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત આખા રાજ્યમાં 28મી જાન્યુઆરી એટલે રવિવાર સુધીમાં વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ આગાહી નથી.