ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર થઈ જાય તો પછી પીછો છોડતો નથી. પણ આ રોગ વિશે હજુ પણ લોકો માં જાગૃતતાનો અભાવ છે. તાજેતરમાં એક નેશનલ સર્વેમાં સાબિત થયું છે કે ભારતમાં કુલ 11.8 ટકા લોકો ડાયાબિટીસનો શિકાર છે. પુરૂષોમાં 12 ટકા અને સ્ત્રીઓમાં 11.7 ટકા ડાયાબિટીસ જોવા મળી છે. 40 ટકા દર્દીઓ તો એવા છે કે જેમને છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીસનું નિદાન જ થયું નથી.
ચીનમાં 11.43 કરોડ ડાયાબિટીસના દર્દીઓ છે અને 7.29 કરોડ દર્દીઓ સાથે ભારત બીજા ક્રમે છે.
ડાયાબિટસ ના લક્ષણો :-
ડાયાબિટીસ પહેલા ની પરિસ્થિતિ એવી હોય છે જે તમને એકાદ લક્ષણની પણ જાણ થાય અને તમે ચેતી જાવ તો શક્ય છે કે તમે આ રોગ થતા અટકાવી શકો છો.
ભુખ અને થાક વધુ લાગવા
તમે જે ખાવ છો તેમાંથી શરીર ગ્લુકોઝ બનાવે છે. આ ગ્લુકોઝ શરીરના કોષોને શક્તિ પુરી પાડવાનું કામ કરે છે. આ ક્રિયા માટે સ્વાદુપિંડમાંથી નીકળતા ઇન્સ્યૂલિન હોર્મોનની જરૂર પડે છે. જો તમારું શરીર પુરતું ઇન્સ્યૂલિન ઉત્પન્ન કરતું ન હોય તો ગ્લુકોઝ લોહીમાં હોવા છતા કોષોને શક્તિ મળતી નથી જેથી તમને સતત ભૂખ લાગતી રહે છે અને વધુ થાક લાગે છે.
વધુ તરસ લાગવી
ડાયાબિટીસ ના દર્દીઓને લાળ બનવાની પ્રક્રિયામાં અવરોધ પેદા થતો હોવાથી મોં સુકાવા લાગવા લાગે છે. એક ગ્લાસ પાણી પીવાની પાંચ મિનિટમાં ફરી પાછી તરસ લાગવા લાગે છે.
વારંવાર યુરિન કરવા જવું
સામાન્ય વ્યક્તિને 24 કલાકમાં ચારથી સાત વખત યુરિન પાસ કરવા જવું પડે છે. જો તમારે એનાથી વધુ સમય જવું પડે તો સમજવું કે તમારું શુગર લેવલ વધી ગયુ છે
શરીર માં ખંજવાળ અને આંખે ઝાંખુ દેખાવું
વારંવાર યુરિન પાસ થવાની સ્થિતિના કારણે શરીરમાંથી ફ્લુઇડ ઘટે છે અને સ્કિનની ડ્રાયનેસ વધે છે તેથી ખંજવાળ આવે છે. ડ્રાયનેસના લીધે અચાનક આંખોમાં ઝાંખપ આવી જાય છે.
સામાન્ય રીતે ખતરનાક બેક્ટેરિયા અને વાયરસ સામે લડતી તમારી રોગપ્રતિકારક શક્તિ ડાયાબિટીસમાં તમારા માટે જોખમી સાબિત થાય છે.
ડાયાબિીસ પેહલા ના કારણો :-
રોગપ્રતિકારક શક્તિ તમારા સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોને નષ્ટ કરવાનું શરૂ કરે છે. પરિણામે તમારા શરીરમાં ખૂબ જ ઓછું અથવા જરાક પણ ઈન્સ્યુલિન બાકી રહેતું નથી. જેના કારણે શુગર કોષોમાં જવાને બદલે લોહીમાં જમા થવા લાગે છે. ડાયાબિટીસ આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોના સંયોજનને કારણે હોવાનું માનવામાં આવે છે. જો કે, તેના ઘણા પરિબળો હજુ અસ્પષ્ટ છે
ડાયાબિટીસમાં તમારા કોષો ઇન્સ્યુલિનની ક્રિયામાં દખલ કરવાનું શરૂ કરે છે અને તમારા સ્વાદુપિંડ આ અવરોધને દૂર કરવા માટે પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી. કોષોમાં જવાને બદલે તમારા લોહીમાં શુગર જમા થવા લાગે છે.
ડાયાબિટસ અટકાવવા માટેની રીત
અળસીના બી
ડાયાબિટીસ સંયમ કરવા માટે આ બીજ રામબાણ માનવામાં આવે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તેનાથી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. નિયમિત રીતે એક ચમચી અળસીના બી નું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર લેવલને કંટ્રોલ સરળતાથી કરી શકાય છે.
ડુંગળીનો અર્ક
ડુંગળી પણ બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ફાયદાકારક છે. ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીમેટ્રી ગુણ હોય છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. એક સંશોધન અનુસાર ડુંગળીનો અર્ક ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. તેનાથી હાડકાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને કેન્સરનું જોખમ પણ ઘટે છે.