એક એવી વસ્તુ જે તમારી ચા અને કોફીને કમ્પલીટ બનાવે છે. જેને ખાઇને તમે ખૂબ જ ખુશ થાવ છો, હા….આપણેવાત કરી રહ્યા છીએ કુકીઝ અને બિસ્કીટની ઘણા લોકો બિસ્કીટને ચા સાથે લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કઇ વસ્તુ કુકીઝને -કુકીઝ અને બિસ્કીટને-બિસ્કીટ બનાવે છે ?
– કુકીઝ : જો કે બંને બેઠક આઇટમ છે તેમાં વધુ ફેરફારો નથી પરંતુ તેના ઇંગ્રીડિયન્ટમાં ફેરફારો જરુરથી છે. બિસ્કીટ લોટ, ખાંડ અને બટરથી બને છે તો કુકીઝમાં વધુ પડત્તર વસ્તુઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. જોકે બિસ્કીટ કરતા કુકીઝ બનાવવામાં વધુ સામાન તેમજ ફ્લેવર્સનો ઉપયોગ કરવામાં આવે છે. માટે પ્રાકૃતિક રીતે તે બેક થવામાં વધુ સમય માંગી લે છે. તેમાં ક્રન્ચી નટ્સ, ઓટ્સ, ચીપ્સ અને ખાસ પ્રકારનું ગુંદનો ઉ૫યોગ કરી કુકીઝ બનાવવામાં આવે છે. ટીફીન, પિકનિક કે સ્નેક્સ ટાઇમ માટે કુકીઝ પરફેક્ટ છે તમે આ પ્રકારના કુકિઝ પણ ટ્રાય કરી શકો છો.
– ચોકલેટ કુકી સેન્ડવિચ…..
ચોકલેટ કુકીની વચ્ચેનું ક્રિમ તેને વધુ ડિલિશીયસ અને ટેસ્ટી બનાવે છે. ચોકલેટ ક્રિમ કુકી ઓલ ટાઇમ ફેવરેટ પણ છે.
– ઓઇઓ કુકી ચીઝકેક …..
ક્રન્ચી ચોકલેટ કુકીઝ, ક્રિમ ચીઝ અને મેલ્ટ ચોકલેટથી બનેલી કુકીઝને જરીરથી ટ્રાય કરવી જોઇએ.
– બિસ્કીટ….
બિસ્કીટ જો બેકડ બ્રેડ કહીએ તો એમા કશુ ખોટુ નથી, હવે તો માર્કેટમાં પોષણથી ભરપુર બિસ્કીટ્સ પણ મળે પણ યોગ્ય છે. બિસ્કીટ બનાવવા માટે બટર, ફ્લોર અને શુગર મહત્વના છે. બિસ્કિટ કુકીઝ જેવા ભારે અને સ્વીટ નથી, જો તમે પણ બિસ્કીટ પ્રેમી હોય તો આ ડિશીઝ ચોક્કસ ટ્રાય કરી શકો છો.
– ખજુર બિસ્કીટ રોલ…..
શિયાળા માટે ખજુર આરોગ્ય માટે ઉત્તમ છે. માટે ખજુર, માખણ તેમજ ઇંડાને મેળવીને બનાવેલા બિસ્કિટ્સ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. તેમાં તમે આઇસક્રિમ, ચોકલેટ, સ્ટ્રીપ્સ, મિન્ટ અને ફ્રેશ આરોન્જનો પણ ઉપયોગ કરી શકો છો.
– બિસ્કીટ ફજ….
બટર, કોકો, નટ્સથી બનેલા બિસ્કીટ્સ પર જો ઓગાણેલી ચોકલેટ અને આઇસિંગ શુગરનું ટોપિંગ જો કરવામાં આવે તો તમે તે બિસ્કીટનો બમણો સ્વાદ માણશો.