હેલ્થ ન્યુઝ
આજના વ્યસ્ત જીવનમાં મોડી રાત સુધી જાગવું સામાન્ય બની ગયું છે. ઘણી વખત લોકો સાથે એવું બને છે કે આખો દિવસ કામ કર્યા પછી, જ્યારે તેઓ રાત્રે પથારી પર સૂવે છે, ત્યારે 1 થી 2 કલાક સુધી ઊંઘ આવતી નથી.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોફા અને બીન બેગ જેવી વસ્તુઓ પર સૂવું શા માટે સહેલું લાગે છે? પણ જ્યારે તમે સુવા માટે પથારી પર જાવ છો, ત્યારે તમને લાંબા સમય સુધી ઊંઘી આવતી નથી ખરેખર આ આપણી ખરાબ આદતોને કારણે થાય છે.
એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ સૂવાના લગભગ 7 મિનિટ પછી સૂઈ જાય છે, જો તમને આનાથી વધુ સમય લાગે છે તો આ ટિપ્સ તમારા માટે કારગર સાબિત થઈ શકે છે.
1. જો તમે પથારીમાં જતાની સાથે જ આરામ મેળવવા ઈચ્છો છો, તો સૌથી પહેલા બેડ પર તકિયા અને ચાદર સિવાય બીજું કંઈ ન રાખવાની આદત બનાવો. કેટલાક લોકોનો બેડરૂમમાં બધુ અસ્તવ્યસ્ત હોય છે, જેની મગજ પર નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારા બેડરૂમને સાફ અને વ્યવસ્થિત રાખો.
2. તમારા ફોન અથવા લેપટોપને તમારા બેડથી દૂર રાખો. આવું કરવાથી તમે આરામથી સૂઈ શકશો અને મગજ પણ શાંત રહેશે.
3. સૂતા પહેલા હૂંફાળા પાણીથી સ્નાન કરવું પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરને આરામ મળે છે અને ખરાબ વિચારોથી મુક્તિ મળે છે.
4.પથારી પર સૂતા પછી શરીરને હળવું રાખવું જેથી કરીને ઊંઘ સારી આવે.
5.પથારીમાં તમારી આંખો બંધ કરીને જ ધ્યાન કરો અને કલ્પના કરો કે તમે સંપૂર્ણ રીતે હળવા છો અને ઊંડી ઊંઘ કરવા માંગો છો.