ઓટોમોબાઈલ ન્યુઝ
શાહરૂખ ખાનની આ પહેલી ઇલેક્ટ્રિક SUV છે, રેન્જ 631km, કિંમત આટલી છે
શાહરૂખ ખાનની પહેલી ઇલેક્ટ્રિક કારઃ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પાસે ઘણી લક્ઝરી કાર છે.
શાહરૂખ ખાનની પ્રથમ અને હાલમાં એકમાત્ર ઇલેક્ટ્રિક કાર Hyundai Ioniq 5 છે. શાહરૂખ ખાન ભારતમાં Hyundaiનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓ લાંબા સમયથી Hyundai સાથે જોડાયેલા છે. એટલા માટે હ્યુન્ડાઇ, ગયા વર્ષના અંતમાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના એમડી અને સીઈઓ અનસૂ કિમે જણાવ્યું હતું કે, “હ્યુન્ડાઈ છેલ્લા 25 વર્ષથી શાહરૂખ ખાન સાથે જોડાયેલી છે. શાહરૂખ ખાન હ્યુન્ડાઈ પરિવારના પ્રથમ સભ્યોમાંથી એક છે. તેમણે અમારી બ્રાન્ડને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અનસૂ કિમે કહ્યું હતું કે, “અમે શાહરૂખ ખાનને ગીફ્ટ તરીકે IONIQ 5 આપેલ છે.” તે જ સમયે, શાહરૂખ ખાને કહ્યું હતું કે, “હું Hyundai IONIQ 5 મેળવીને ગૌરવ અનુભવું છું. આ મારી પ્રથમ ઇવી કાર છે. મને ખુશી છે કે તે Hyundai તરફથી છે.”
Hyundai IONIQ 5 વિશે
Hyundai IONIQ 5 e-GMP પ્લેટફોર્મ પર આધારિત છે. તેમાં 72.6 kWh બેટરી પેક છે, જે 350 kW DC ચાર્જર વડે માત્ર 18 મિનિટમાં 10-80% ચાર્જ કરી શકાય છે. IONIQ 5 ની રેન્જ 631 km (ARAI પ્રમાણિત) છે. ભારતમાં આ કંપનીની સૌથી મોંઘી કાર માની એક કાર છે.
45.95 લાખ તેની કિંમત છે. Hyundai એ ગયા વર્ષે જાન્યુઆરીમાં ઓટો એક્સપો દરમિયાન Ioniq 5 લોન્ચ કર્યો હતો. આ પછી, એક વર્ષમાં 1000 થી વધુ યુનિટ્સ નું વેચાણ કરવામાં આવ્યું . હ્યુન્ડાઈએ શાહરૂખ ખાનને આપેલું Ioniq 5 મોડેલનું 1100 મું યુનિટ હતું.