રાજકીય પક્ષો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે ચૂંટણી વ્યવસ્થા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે

આવતીકાલથી બે દિવસ માટે ચુંટણી પંચ ગુજરાતની મુલાકાતે આવી રહ્યું છે. ચુંટણી પંચ વિધાનસભા ચૂંટણીની વ્યવસ્થા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે. તેમજ રાજકીય પક્ષો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે.

વિધાનસભાની સામાન્ય ચુંટણીને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની  સામાન્ય ચુંટણી ૯મી ડીસેમ્બરે યોજાનાર છે. જયારે બીજા તબકકાની ૯૩ બેઠકોની સામાન્ય ચુંટણી ૧૪મી ડિસેમ્બરે યોજાનાર છે. મુખ્ય ચુંટણી કમિશ્નર એ.કે. જોતિ અને તેની ટીમ ચુંટણીની તૈયારીઓની સમીક્ષા માટે આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી પહોંચશે.

ઇલેકશન કમીશન ચુંટણીની તૈયારીઓ, આચાર સંહિતાનું અમલીકરણ મળેલી અને નિકાલ થયેલી ફરીયાદો, મતદાન કેન્દ્રો, મતદાન યાદી ઉમેદવારીની સ્થિતિ, ઇવીએમ વીવીપેટ સહિતની વ્યવસ્થા કર્મચારીઓની ફાળવણી ઓબ્ઝવેરની નિમણુંક કાયદો વ્યવસ્થાની જાળવણી માટે  લેવાયેલા પગલા સહીતની બાબતોની સમીક્ષા કરશે.

૩ ડીસેમ્બરે ચુંટણી કમીશન સીએસ અને ડીજીપી સાથે બેઠક યોજશે તેમજ પત્રકાર પરિષદને સંબોધશે. આ ઉ૫રાંત આવતીકાલે રાજકીય પક્ષો

સાથે બેઠક યોજાશે તેમજ બપોર બાદ મહાત્મા મંદીર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરશે જેમાં રાજયનાં તમામ જીલ્લા કલેકટર અને એસપી ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.