કાલાવડ સમાચાર
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે કાલાવડ ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. કાલાવડના ખંઢેરા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી . શોભાયાત્રા ગામના રામ મંદિરથી નીકળી આખા ગામમાં ફરી હતી. શોભાયાત્રામાં બાળકો દ્વારા ભગવાન રામ,માતા સીતા અને લક્ષ્મણ સ્વરૂપમાં પુરા ગામમાં ફર્યા હતા . ગામ લોકો દ્વારા ભગવાન રામ,સીતા અને લક્ષમણની આરતી ઉતારવામાં આવી હતી . હનુમાનજીનું પાત્ર લોકો માટે આકર્ષણ બન્યું હતું .શોભાયાત્રામાં શણગારેલ ઘોડા પણ જોડાયા હતા. નાના બાળકોએ ઘોડે સવારી કરી હતી . આ શોભા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ ભેર જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે સમગ્ર ભકિતમય વાતાવરણ ઊભું થયું હતું .
રાજુ રામોલિયા