ગીર સોમનાથ
શ્રી રામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વેરાવળમાં બંદર રોડ વેપારી એસોસિએશન દ્વારા અયોધ્યા નગરીનું નિર્માણ તેમજ વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજેલ હતો . જેમાં વેપારી એસોસિયેશનના મુકેશભાઈ ચોલેરા, પ્રભુદાસભાઈ ફોફડી, ધર્મેન્દ્રભાઈ ટીલાવત, મહેશ ગોહેલ સહિતના વેપારીઓએ અનોખી પહેલ કરી છે .
બંદર રોડને ભગવા રંગની કમાન રોશની પતાકડાઓ, રોડની ઉપર બંને સાઈડ રંગોળી તેમજ ભગવાન શ્રીરામના કટ આઉટ ઉભા કરી અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી હતી . સવારથી જ બંદર રોડ પરના વેપારીઓએ અયોધ્યાના મુખ્ય કળશને સોમનાથથી લાવેલ ત્યારે શહેરના રાજકીય, સામાજિક, વેપારી આગેવાનોએ ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા .
વેરાવળ કન્યા શાળાની 551 કુવારીકાઓને ગોયણી જમાડી આશીર્વાદ લીધા હતા . ભગવાન શ્રીરામના વિવિધ રૂપના દર્શન કરાવી સમગ્ર વેરાવળને અયોધ્યા જેવું જ વાતાવરણ ઊભું કરાયું હતું .