અલ્હાબાદ હાઈકોર્ટે 2023ની 14 ડિસેમ્બરે શાહી ઈદગાહ સંકુલના સર્વેની મંજૂરી આપી હતી

સુપ્રીમ કોર્ટે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં ઈદગાહ મસ્જિદના સર્વે પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2023ની 14 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સરવેની મંજૂરી આપી હતી, જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સરવે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે.

આ સાથે સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ’તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે અને તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તમે શું ઈચ્છો છો. આ સિવાય આ કોર્ટમાં ટ્રાન્સફરનો કેસ પણ પેન્ડિંગ છે. અમારે તેના પર પણ નિર્ણય લેવાનો છે’. મથુરા કૃષ્ણ જન્મભૂમિ સાથે સંબંધિત 18 અરજીઓને મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા પર રોક લગાવવાની માંગ કરતી મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ મુસ્લિમ પક્ષ વતી ઈદગાહ કમિટીએ પણ કોર્ટ કમિશનરની નિમણૂક મામલે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકવાની માંગ કરી છે.

ઉલ્લેખનિય છે કે, હિન્દુ પક્ષનો દાવો છે કે, ઓરંગજેબે મથુરામાં મંદિર તોડી મસ્જિદ બનાવી હતી. ઓરંગજેબે 1670માં મથુરામાં ભગવા કેશવદેવનું મંદિર તોડાવી દીધું હતું. મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવી દેવાઈ. મથુરાનો આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલીકી હકથી સંબંધીત છે. હિન્દૂ પક્ષ તરફથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા અને તે જમીન શ્રી કૃષ્ણ જન્મસ્થાનને આપવાની માંગ કરવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.