ઉતરાયણે બાળકોને પતંગ ચીકી અને અડદીયાનું વિતરણ કરાવી પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેને ઉજવી મકર સંક્રાંત
માનવ સેવા એજ પ્રભુ સેવાના મુદ્રાલેખ સાથે સેવારત સંસ્થાઓમાં આગવી ઓળખ ધરાવતી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ સામાજીક ધાર્મિક પ્રસંગો અને જયા તક મળે ત્યાં માનવ સેવા યજ્ઞ સતતપણે પ્રજવલ્લીત રાખવામાં આવ્યો છે.
પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણીની દેખરેખ હેઠળ મકરસંક્રાંતે પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા છેવાડાના પછાત ગરીબ શેરી બાળકોને ઉતરાયણનો આનંદ માણે. પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા બાળકોના ઘેર ઘેર જઈ પતંગ ચીકી અડદીયાનું વિતરણ કરાતા બાળખોનો મોઢાપરના તેજ અને ઉર્મીનો આનંદ આસમાને પહોચ્યો હતો. પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને સ્થળ ઉપર જઈ બાળકોને ચીકી, પતંગો તથા આદડિયાનું વિતરણ કરાયું હતું.સુખી સંપન્ન પરિવારના બાળકોને પતંગ ચગાવતા તથા ચીકી ખાવાનો આનંદ માણતા જોઈ મનમાં રંજ અનુભવતા બાળકોના હાથમાં પતંગો, ચીકી તથા અડદિયા આવવાથી તેઓ હર્ષની ચિચિયારિઓ કરી ઉઠ્યા હતા તથા ઉત્તરાયણની મોજ માણી હતી.
ઉપરોકત સતકાર્યમાં જોડાવા માટે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણી કાર્યકર્તાઓ શ્રી મુકેશભાઇ મહેતા, મહેશભાઇ પરમાર, પ્રદીપભાઈ ભટ્ટ, કિશોરભાઇ ગાંગાણી, કેતનભાઈ મેસવાણી, કિશોરભાઈ ગમારા, દિલીપભાઇ મીરાણી, હરેશભાઈ ચાંચિયા, અનુપભાઈ રાવલ, જીજ્ઞેશભાઈ રત્નોતર, પ્રવીણભાઈ ખોખર તથા ટ્રસ્ટના કર્મચારીઓ ચિકીનું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટ દ્વારા મયુરનગર, લોહાનગર, રૈયાધાર, ઇન્દિરાનગર,સાતહનુમાન, યુવરાજનગર વિસ્તારના સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકોને તથા જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેક્ટના લાભાર્થી બાળકોને પતંગો, ચીકી અને અડદિયા મળતા તેમના ચહેરા ઉપર ઉતરાયણનો ઉમંગ છવાઈ ગયો હતો. પતંગ તથા ચીકી વિતરણના આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ. કો-ઓર્ડીનેટર સાગર પાટિલ તથા કર્મચારીઓ છો શીતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, શિલ્પાબેન કુમારખાણીયા. વર્ષાબેન મકવાણા, અનિલભાઈ ચાવડા, દિપકભાઈ જોશી, અંજનાબેન રત્નોતર, વલ્લભભાઈ વરચંદ, પ્રેમભાઈ જોશી, જયશ્રીબેન સ્ત્રોતરીય વગેરે જહેમત ઉઠાવી હતી.